રિપોર્ટ@થરાદ: કોર્ટ હુકમથી કબ્જો મળ્યો છતાં જમીન વગરનાં, ઈસમોએ ઓરડી ચણી નાખી

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ પંથકમાં જમીન પચાવી પાડવાની આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ડીસાના વેપારીએ ખેતીની બે અલગ અલગ સર્વે નંબરની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ પછી બિનખેતી કરવા કવાયત હાથ ધર્યા બાદ ચોંકાવનારી સ્થિતિ બની હતી. ગામનાં બે ભાઇ અને તેમના પુત્રોએ ખેતરનો શેઢો કાઢી જમીનમાં ઘૂસી ગયા હતા. જમીનની માલિકીમાં
 
રિપોર્ટ@થરાદ: કોર્ટ હુકમથી કબ્જો મળ્યો છતાં જમીન વગરનાં, ઈસમોએ ઓરડી ચણી નાખી

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ પંથકમાં જમીન પચાવી પાડવાની આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ડીસાના વેપારીએ ખેતીની બે અલગ અલગ સર્વે નંબરની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ પછી બિનખેતી કરવા કવાયત હાથ ધર્યા બાદ ચોંકાવનારી સ્થિતિ બની હતી. ગામનાં બે ભાઇ અને તેમના પુત્રોએ ખેતરનો શેઢો કાઢી જમીનમાં ઘૂસી ગયા હતા. જમીનની માલિકીમાં સ્થળ સ્થિતિનો વિવાદ થતાં વેપારી થરાદ કોર્ટમાં ગયા હતા. જ્યાં કોર્ટે વેપારી તરફી હુકમ કરતાં પ્લોટ પાડી વેચાણમાં લાગ્યા હતા. જોકે આ પછી ફરી એકવાર વેપારીની બિનખેતી જમીનમાં સ્થાનિક ઈસમોએ ઓરડી બાંધતાં દોડધામ મચી ગઇ હતી. આથી વેપારીએ જમીનનો કબજો મેળવવા જતાં વિવાદ વધ્યો હતો. આથી કલેક્ટર કચેરીમાં રજૂઆત કરતાં ફરિયાદ દાખલ કરવા મંજૂરી મળી હતી. વેપારીએ ગામનાં 6 ઈસમ વિરુદ્ધ જમીન પચાવી પાડવાના કાયદા હેઠળ ગુનો નોંધાવ્યો છે.

રિપોર્ટ@થરાદ: કોર્ટ હુકમથી કબ્જો મળ્યો છતાં જમીન વગરનાં, ઈસમોએ ઓરડી ચણી નાખી

બનાસકાંઠા જિલ્લાના ડીસાના વેપારી હિરાલાલ શાહે પરિવાર નામે થરાદ તાલુકાના રાહ ગામે જમીન ખરીદી હતી. બે સર્વે નંબરના કુલ 2 દસ્તાવેજ થકી વેચાણ લઈ બિનખેતી કરાવવા દોડધામ કરી હતી. આ દરમિયાન ખેતીવાડીની જમીનના પાડોશી એવા ગામનાં બે ઈસમ કાળુંસિંગ અને માધુસિંગ સાથે તેમનાં પુત્રોએ જમીનમાં દબાણ કર્યાની વાત જાણી હતી. આથી તાત્કાલિક અસરથી વેપારી હિરાલાલ રાહ ગામે દોડી જઈ પોતાની જમીન ઉપરથી દૂર જવા કહેતાં જવાબ ચોંકાવનારો મળ્યો હતો. મારી જમીનમાં વાવેતર કેમ કર્યું તેવું કહેતાં જવાબમાં આ જમીન તમારી નથી બલ્કે પૂર્વ દિશામાં હોવાનું કહ્યું હતું. આથી વેપારી કોર્ટમાં જતાં પોતાનાં તરફી ચુકાદો આવ્યો હતો. જોકે ફરીથી દબાણ કરવા સારૂં સ્થાનિક ઈસમોએ જમીન ઉપર ઓરડી બાંધવાનું શરૂ કરતાં પગ તળે જમીન ખસી ગઇ હતી. આથી કલેક્ટરમા રજૂઆત બાદ ફરિયાદ દાખલ કરાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ@થરાદ: કોર્ટ હુકમથી કબ્જો મળ્યો છતાં જમીન વગરનાં, ઈસમોએ ઓરડી ચણી નાખી
સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ કોર્ટના હુકમ આધારે કબજો મળ્યો છતાં ગામનાં કાળુંસિંગ અને માધુસિંગ તેમના બંને પુત્રો દ્વારા દબાણ કરી રહ્યા હતા. પોતાની જમીનમાં અનઅધિકૃત રીતે ઓરડી બાંધતા હોવાથી હિરાલાલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. જેના હેઠળ હિરાલાલ શાહે રાહ ગામનાં કુલ 6 ઈસમ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે. આથી થરાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી અને જમીન પચાવી પાડવા પ્રતિબંધિ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.