રીપોર્ટ@ઊંઝા: ગંજમાં સત્તાની સાંઠમારી, 15 કરોડના આક્ષેપ સામે 22 ટકા નફાનો દાવો

અટલ સમાચાર, મહેસાણા ઊંઝા ગંજબજારમાં સત્તાની પેનલ બદલાયા બાદ સૌપ્રથમવાર વહીવટને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌરાંગ પટેલ બાદ ગંજમાં ચેરમેન તરીકે દિનેશ પટેલ આવ્યા પછી વહીવટમાં ગોટાળાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સત્તાની સાંઠમારી વચ્ચે ગંજબજારના હીસાબમાં 15 કરોડાનો ગોટાળો હોવાનો ખુદ કર્મચારીએ આક્ષેપ કર્યા બાદ ખળભળાટ મચી ગયો છે. જેની સામે ગંજના
 
રીપોર્ટ@ઊંઝા: ગંજમાં સત્તાની સાંઠમારી, 15 કરોડના આક્ષેપ સામે 22 ટકા નફાનો દાવો

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ગંજબજારમાં સત્તાની પેનલ બદલાયા બાદ સૌપ્રથમવાર વહીવટને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ગૌરાંગ પટેલ બાદ ગંજમાં ચેરમેન તરીકે દિનેશ પટેલ આવ્યા પછી વહીવટમાં ગોટાળાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સત્તાની સાંઠમારી વચ્ચે ગંજબજારના હીસાબમાં 15 કરોડાનો ગોટાળો હોવાનો ખુદ કર્મચારીએ આક્ષેપ કર્યા બાદ ખળભળાટ મચી ગયો છે. જેની સામે ગંજના સત્તાધિશોએ અગાઉની સરખામણીએ 22 ટકાનો નફો આપ્યો હોવાનો દાવો કર્યો છે. જેને લઇ ગંજબજારનો નાણાંકીય હીસાબ સંઘર્ષ હેઠળ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા ગંજબજારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સૌથી મોટો કોલાહલ મચી ગયો છે. શેષની રકમ બાબતે ફરજ બજાવતાં ગંજબજારના કર્મચારી સૌમિલ પટેલે ઇ-મેઇલ કરી 15 કરોડનો ગોટાળો હોવાનો આક્ષેપ કરતાં ચોંકાવનારી સ્થિતિ બની હતી. આથી ગંજબજારના સેક્રેટરી વિષ્ણુ પટેલે લેખિતમાં કર્મચારી વિરૂધ્ધ નિયમોનુસાર પગલાં ભર્યા છે. આ તરફ કર્મચારી સૌમિલ પટેલે ફરજ દરમ્યાન ખાનગી કેમેરામાં ફોટા અને વિડીયો કેદ કર્યા હોઇ પોલીસમાં રજૂઆત થઇ હતી. જેની તપાસ અંતિમ તબક્કામાં પહોંચે તે પહેલાં તસ્વીરો સામે આવતાં દોડધામ મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગંજબજારના કર્મચારી સૌમિલ પટેલ 15 કરોડનો ગોટાળો થયો હોવાનો દાવો કરે છે. તો સામે યાર્ડના સેક્રેટરી વિષ્ણુ પટેલ 4.75 કરોડની આવક વધી હોવાનો દાવો રજૂ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગંજબજારમાં આવક-જાવક સહિતની હિસાબી બાબતો સવાલો વચ્ચે આવી છે. આ તમામ ગતિવિધિ વચ્ચે આજે મહેસાણા જીલ્લા રજીસ્ટ્રારની કચેરીએ રજૂઆત પહોંચી જતાં હવે આક્ષેપોની બાબત નાયબ નિયામક સમક્ષ આવી છે. આવી સ્થિતિમાં રજીસ્ટ્રાર કચેરીની હવે પછીની ભૂમિકા અને પેપર ઉપર આવતી તપાસ સામે નજર મંડાઇ છે.