રિપોર્ટ@ઉ.ગુ: કોરોનાથી 3 મોત વચ્ચે 29 કેસ વધી ગયા, ચેપનો રાફડો દૈનિક બન્યો

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં મહેસાણામાં 12, પાટણ માં 5 અને બનાસકાંઠામાં 12 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા તમામ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. તો તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
 
રિપોર્ટ@ઉ.ગુ: કોરોનાથી 3 મોત વચ્ચે 29 કેસ વધી ગયા, ચેપનો રાફડો દૈનિક બન્યો

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. જેમાં મહેસાણામાં 12, પાટણ માં  5 અને બનાસકાંઠામાં 12 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે નોંધાયેલા તમામ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. તો તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  આ તરફ આજે પાટણ માં એક અને બનાસકાંઠા જિલ્લા માં ૨ કોરોના દર્દીના મોત થયા છે.

મહેસાણામાં 12 કેસ આવ્યા

આજે મહેસાણામાં 5, કડીમાં 5 અને બેચરાજી તાલુકામાં 2 મળી નવા 12 કેસ સામે આવ્યા છે. આ તરફ આજે નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ સાથે આજે 8 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહેસાણાના વિસનગર રોડ પર આવેલા મણિધર હોમ્સમાં રહેતાં સંજયભાઇ ચૌધરી(34), તાવડીયા રોડ પર આવેલી પરમેશ્વર સોસાયટીમાં રહેતાં સમુબેન રબારી(62), મોઢેરા રોડ પરના મહેસાણાનગરના બળદેવજી ઠાકોર(59), મોઢેરા રોડ પરની નંદનવન સિટીમાં રહેતા રીપલબેન પટેલ(30) અને નરેન્દ્રભાઇ પટેલ(36)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.કડીની બાલાજી રેસીડેન્સીમાં રહેતા દિલીપકુમાર પટેલ(50), નાનીકડીના કૌશલ્ય બંગ્લોઝમાં રહેતાં અંબાલાલ પટેલ(79), વેદ બંગ્લોઝમાં રહેતાં કરશનભાઇ પટેલ(52) અને વાત્સલ્ય સ્ટેટ્સમાં રહેતાં મિતેશ મહેશ્વરી(19) પુષ્પાદેવી સહાની(28)કુંડાળનો સમાવેશ થાય છે. આ સાથે બેચરાજી તાલુકાના રણેલા ગામના લાલાભાઇ પટેલ(56), પંચાલ શેલેશભાઈ(48) રાજેશ્વરી સોસાયટી બેચરાજીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં ચિંતાજનક સ્થિતિ બની છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 303 કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી 206 લોકો કોરોના સામે જંગ જીતતા તેમને રજા આપવામાં આવી છે. હાલ મહેસાણા જીલ્લામાં 67 એક્ટિવ કેસ છે.

રિપોર્ટ@ઉ.ગુ: કોરોનાથી 3 મોત વચ્ચે 29 કેસ વધી ગયા, ચેપનો રાફડો દૈનિક બન્યો

પાટણમાં નવા પાંચ કેસ આવ્યા

પાટણમાં આજે કોરોના વાયરસના નવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં 2, ચાણસ્મા તાલુકામાં 1 ,સિધ્ધપુરમાં 1, વારાહીમાં 1 મળી નવા 5 દર્દીઓ નોંધાતા આરોગ્યમાં દોડધામ મચી છે. આજે પાટણ શહેરની ચાણસ્મા રોડ પર આવેલી ગૃહકમલ સોસાયટીમાં 45 વર્ષિય સ્ત્રી અને ગાયત્રી મંદીર રોડ પરની અંબિકાનગર સોસાયટીમાં રહેતા 63 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ તરફ ચાણસ્મા તાલુકાના લણવા ગામને રામાપીરના મંદીર પાસેના રબારીવાસમાં 40 વર્ષિય પુરૂષ અને વારાહીના પ્રજાપતિવાસમાં 60 વર્ષિય સ્ત્રી અને સિધ્ધપુર તાલુકાના કાકોશીના ઇસ્લામપુરામાં 72 વર્ષિય પુરૂષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આજે સિધ્ધપુરના વઘરોલની મહિલાનું મોત થતાં મૃત્યુ આંક ૨૩ પહોંચ્યો છે.  આજે 5 કેસ સાથે જીલ્લામાં કોરોના કેસનો કુલ આંકડો 215 પહોંચતા ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના નવા 12 કેસ આવ્યા

આજે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનાં નવા 12 કેસ સામે આવ્યા છે. આજે ડીસામાં તરુણકુમાર શૈલેષભાઈ પંચિવાળા 35, જૂની પોલીસ લાઈન, કાંતાબેન મણિલાલ દરજી, ગુલબાણી નગર, 60, સાગર મનસુખલાલ પંચિવાળા, 29, લક્ષ્મીનગર, ડીસા, જનકબેન મહેશભાઈ મોદી 48, શાસ્ત્રીનગર, ડીસા, કૈલાશબેન જ્યંતીભાઈ માળી 55, ઉમિયાનાગર, ચંદુભાઈ રમેશભાઈ જોશી વાસણા, 49 નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તરફ પાલનપુરમાં મોહમ્મદ અલી ઉલેમાનભાઈ ગની કાણોદર હાઈવે, કનુભાઈ મોંગીલાલ અગ્રવાલ,50,  પાલનપુર, બાબુભાઇ નારણભાઇ પઢીયાર, 40, માનસરોવર હરિપુરા, કમલેશભાઈ ડાયાભાઇ મકવાણા, 34 , ગઠામણ ગેટ સતીસભાઈ મનહરલાલ સિંધી, 46  શાકમાર્કેટ અને વાવના ચંદ્રિકા બેન મયચંદભાઈ સોની, 75 નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ તરફ આજે બનાસકાંઠામાં કોરોનાના પગલે બે નાં મોત થયા છે.  આજે ખૂબચંદ યાદવ  અને તુલસી લોહાણાનું મોત થતાં મૃત્યુ આંક 11 પર પહોંચ્યો છે.