રીપોર્ટ@વડનગર: તાજા જન્મેલા બંને બાળકો કોરોના વાયરસની ઝપટે ચડ્યા

અટલ સમાચાર, મહેસાણા વડનગર તાલુકાના ગામે કોરોનાગ્રસ્ત સગર્ભાએ બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ પુત્રનો રીપોર્ટ પોઝિટીવ અને પુત્રીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જોકે આજે ફરી નેગેટીવ આવેલ પુત્રીનો રીપોર્ટ પોઝિટીવ આવતા દોડધામ મચી છે. જોકે હવે બંને નવજાત બાળકો કોરોના ગ્રસ્ત બન્યા છે. નોંધનિય છે કે, કોવિડ-19 પોઝીટીવ આ પ્રકારના કેસમાં સફળતાપુર્વક ઓપરેશન કરી
 
રીપોર્ટ@વડનગર: તાજા જન્મેલા બંને બાળકો કોરોના વાયરસની ઝપટે ચડ્યા

અટલ સમાચાર, મહેસાણા

વડનગર તાલુકાના ગામે કોરોનાગ્રસ્ત સગર્ભાએ બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ પુત્રનો રીપોર્ટ પોઝિટીવ અને પુત્રીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જોકે આજે ફરી નેગેટીવ આવેલ પુત્રીનો રીપોર્ટ પોઝિટીવ આવતા દોડધામ મચી છે. જોકે હવે બંને નવજાત બાળકો કોરોના ગ્રસ્ત બન્યા છે. નોંધનિય છે કે, કોવિડ-19 પોઝીટીવ આ પ્રકારના કેસમાં સફળતાપુર્વક ઓપરેશન કરી વડનગર મેડીકલ ટીમે મેડીકલ ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામની 30 વર્ષીય મહિલા 12 મેના રોજ કોવિડ-19 પોઝીટીવ જાહેર થયા હતા. જેઓની સારવાર કોવિડ હોસ્પિટલ વડનગર ખાતે ચાલી રહી હતી. આ મહિલા ગર્ભવતી હોવાથી કોવિડ-19ની વડનગરની ટીમ દ્વારા ખાસ દેખરેખ અને સાર સંભાળ રાખવામાં આવી રહી હતી. કોવિડ-19ની આ 30 વર્ષીય પોઝીટીવ મહિલાની આ ત્રીજી ડીલીવરી હતી. આ મહિલાએ એક દિકરો અને એક દિકરીને જન્મ આપ્યો હતો. જોકે બાદમાં નવજાત પુત્ર-પુત્રીનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં પુત્રનો રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આજે પુત્રીનો પણ રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

રીપોર્ટ@વડનગર: તાજા જન્મેલા બંને બાળકો કોરોના વાયરસની ઝપટે ચડ્યા

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત 18/05/2020ના રોજ નવજાત બાળકનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. જ્યારે નવજાત બાળકીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જોકે ફરી સેમ્પલ લઇ રીપોર્ટ કરાવતા આજે બાળકીનો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો જેથી હવે માતા સહિત તેમના બંને નવજાત બાળકો કોરોનાગ્રસ્ત બન્યા છે.