રિપોર્ટ@વડોદરા: પૂરનું પાણી ઓસરતા 13 મૃતદેહો મળી આવ્યા, 3 દિવસથી કોઈ અંતિમક્રિયા થઈ નથી

 
પાણી

સ્મશાનમાં મૃતદેહની કતાર લાગી શકે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિશ્વામિત્રી નદીની સપાટી આજે ઘટીને 26 ફૂટે પહોંચી છે. જ્યારે આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર છે. વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભરાયેલા પાણી હવે ઓસર્યા છે. પૂરના પાણી ઓસરતા હવે નુકસાનીના વરવા દૃશ્યો સામે આવ્યા છે. પાણી ઓસરતા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 13 મૃતદેહો મળી આવ્યા છે. તો બીજી બાજુ શહેરમાં ત્રણ દિવસથી કોઈપણ મૃતદેહની અંતિમક્રિયા થઈ નથી. જન્માષ્ટમીના દિવસથી શરૂ થયેલાવરસાદના કારણે જળબંબાકાર સર્જાયો હતો. ત્યારબાદ વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરામાં પાણી પાણી કરી નાખ્યું હતું.

શહેરના જે વિસ્તારોમાં ક્યારેય પાણી ભરાતા ન હતા તેવા પણ અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. હવે વડોદરા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પાણી નહિવત છે.પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ હવે નુકસાનીના દૃશ્યો સામે આવ્યા છે. હાલ શહેરમાંથી વિવિધ જગ્યાઓ પરથી 13 મૃતદેહ મળ્યા છે. તો બીજી બાજુ ત્રણ દિવસથી કોઈપણ મૃતદેહની અંતિમક્રિયા થઈ નથી. તો આજે સ્મશાનમાં મૃતદેહની કતાર લાગી શકે છે.

આજે મળતી માહિતી પ્રમાણે, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે. વિશ્વામિત્રીની સપાટી ઘટીને 26 ફૂટે પહોંચી છે. ગઈકાલે નદીની સપાટી 32.50 ફૂટ હતી. આજવા સરોવરની સપાટી 213.70 ફૂટ પર સ્થિર થઈ છે.ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂરને કારણે વડોદરા શહેરમાં પાણીનો મોટાપાયે ભરાવો થયો છે. આવી સ્થિતિનો ક્યાસ કાઢવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા. આ ઉપરાંત વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ વિશ્વામિત્રી રિડેવલપમેન્ટ માટે રૂ. 1200 કરોડ ફાળવવાની ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી હતી.આ સાથે તેમણે કહ્યું છે કે, વડોદરા શહેરમાં પાણી વિતરણ કરતા 13 સંપ બંધ થયા હતા, જે પૈકી હવે માત્ર 4 જ બંધ હાલતમાં છે. આવી કપરી પરિસ્થિતિમાં શહેરમાં વીજ વિતરણ કરતા 118 ફીડર બંધ થઈ ગયા હતા.