રિપોર્ટ@વડોદરા: સફાઈ કામદારોને લાલચ આપી AMC કોટી પહેરાવી, સામાજિક કાર્યકરે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરની પરિસ્થિતિ બાદ અમદાવાદ અને સુરતથી ટીમો બોલાવી હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું. વડોદરાના સફાઈ કામદારોને 500 રૂપિયાની લાલચ આપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોટી પહેરાવી હતી. તમામ યુવકોને ભવિષ્યમાં નોકરીની તકો મળશે તેમ પણ કહ્યું હતું. સફાઈ અભિયાનમાં સવારથી પરશુરામ ભઠ્ઠામાં AMCની કોટીઓ પહેરાવી સફાઈ કરાવી હતી. યુવકોને નોકરીમાં તક નહીં મળે તેવી જાણ થતા જ તમામે કામ પડતું મૂક્યું હતું.
સામાજિક કાર્યકરે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરી હતી. વડોદરામાં જ રહેતા સફાઈ કામદારોને વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સફાઈ માટે બોલાવવામાં આવ્યા હતા. અને સફાઈ કામદારોને સરકારી નોકરી આપવામાં આવશે તેમજ કરેલી કામગીરીનું મહેનતાણું અને જમવાનું આપવામાં આવશે તેમ કહીને બોલાવ્યા હતા. સફાઈ કામદારો કામે લાગતા જ VMCના કર્મચારીઓ ગાયબ થઈ ગયા હતા અને તેમને જવાબ આપવા પણ રોકાયા ન હતા.