રીપોર્ટ@વડોદરા: કોરોનાગ્રસ્ત પતિના શુક્રાણું લેવા મહિલાની હાઇકોર્ટમાં અરજી, કોર્ટે શું આપ્યો આદેશ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે IVF પદ્ધતિથી ગર્ભ ધારણ કરવા માટેનો કિસ્સો પ્રથમ વખત ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં નોંધાયો છે. વડોદરાની મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં IVF માટે અરજી કરી હતી. કોરોનાને કારણે મહિલાના પતિની હાલત ખુબજ ગંભીર છે. તે માત્ર ગણતરીના કલાકો જીવી શકે તેવી તેની પરિસ્થિતી છે. જેના કારણે મહિલાએ અરજી કરી હતી.
 
રીપોર્ટ@વડોદરા: કોરોનાગ્રસ્ત પતિના શુક્રાણું લેવા મહિલાની હાઇકોર્ટમાં અરજી, કોર્ટે શું આપ્યો આદેશ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે IVF પદ્ધતિથી ગર્ભ ધારણ કરવા માટેનો કિસ્સો પ્રથમ વખત ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં નોંધાયો છે. વડોદરાની મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં IVF માટે અરજી કરી હતી. કોરોનાને કારણે મહિલાના પતિની હાલત ખુબજ ગંભીર છે. તે માત્ર ગણતરીના કલાકો જીવી શકે તેવી તેની પરિસ્થિતી છે. જેના કારણે મહિલાએ અરજી કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભરૂચની મહિલાની ઈચ્છા છે કે, તે તેના પતિના શુક્રાણું દ્વારા IVF પદ્ધતિથી બાળકને જન્મ આપે. પરંતુ આ મામલે દર્દીની હાલત સ્થિર ન હોવાને કારણે તબીબોએ હાઈકોર્ટ પાસેથી મંજૂરી લેવા માટે કહ્યું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે 15 મિનિટમાં સુનવાણી કરવામાં આવી હતી અને મહિલાની અરજી પર તાત્કાલીક સુનાવણી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા દર્દીના શુક્રાણું લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત પતિની સારવાર ચાલી રહી છે. કોર્ટના આદેશ બાદ હોસ્પિટલ દ્વારા પતિના શુક્રાણુના સેમ્પલ લેવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોર્ટના આદેશ બાદ પણ હોસ્પિટલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા ન હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. જોકે હવે હોસ્પિટલ દ્વારા સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. પરંતુ દર્દીની હાલત ખુબજ નાજૂક હોવાનું સામે આવ્યું છે. દંપત્તિ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં સ્થાયી થઈ ગયું હતું. કોરોના ગ્રસ્ત યુવક અમદાવાદનો છે જ્યારે પત્ની ભરૂચની છે તેઓ લગ્ન બાદ કેનેડા સ્થાયી થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે આ દંપત્તિ પિતાની સેવા કરવા માટે કેનેડાથી ભારત આવ્યું હતું. પતિના મલ્ટી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે. જેના કારણે પત્નીએ IVF માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડી હતી.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો