રીપોર્ટ@વિસનગર: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 495 કરોડના વિકાસકામોનું લોકાર્પણ

 
ભુપેન્દ્ર પટેલ
વિસનગરમાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 495 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. 423 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને 72 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિસનગર શહેર માટે અત્યંત જરૂરી સિવિલ હોસ્પિટલ,વિસનગર તાલુકા પંચાયત અને વિસનગર નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડીંગોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાયપાસ હાઇવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ વિસનગરમાં ઓવતબ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે.

તેમણે કહ્યું કે, વિસનગરમાં આજે એક જ દિવસમાં 495 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. એટલુ તો અગાઉની સરકારનું વાર્ષિક બજેટ પણ નહોતુ. આપણી પાસે વિકસિત ભારત બનાવવાનો સમય છે. આપણે સૌ વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી થઈએ. જેમ પોતાના ઘરને સાફ રાખીએ છીએ તેમણે આંગણું, રોડ, શહેર અને તાલુકાને પણ સ્વચ્છ રાખવો જોઈએ. જેથી વિસનગર વિકસિત બનશે, મહેસાણા વિકસિત બનશે, ગુજરાત વિકસિત બનશે અને આમ આખો દેશ વિકસિત બનશે.આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિસનગરમાં બાયપાસ માટેની જમીન સંપાદન માટે ખેડૂતોને ચેક આપવામાં આવ્યા હતાં. તે ઉપરાંત સગર્ભા મહિલાને પોષણ કીટ અને ટીબીના દર્દીઓને પણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ નવી તાલુકા પંચાયત,નગરપાલિકા અને સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગની મુલાકાત કરી હતી.