રિપોર્ટ@અમદાવાદ: પ્રોપર્ટી મિલકત હક મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

 
મુખ્યમંત્રી
રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળી જમીન વેચાણથી આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સરકારે અમદાવાદમાં પ્રોપર્ટી મિલકત હક મામલે મોટો નિર્ણય લીધો છે. ચાર રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવામાં આવશે. ગુજરાત સરકારે આજે કેટલાક નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે અમદાવાદની ચાર રબારી વસાહતો કાયમી માલિકી હક અપવાનો નિર્ણય કર્યો છે. રબારી વસાહતોના પ્લોટ બજાર ભાવના બદલે રાહત ભાવે અપાશે. રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળી જમીન વેચાણથી આપશે.

સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વરકર્માએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા ઠરાવ કરી રાજ્ય સરકારને મોકલાયો હતો. જેમાં કોર્પોરેશનને ઠરાવ જંત્રીના 50 ટકા હતો. સરકારે માલધારી સમાજ માટે પ્રવર્તમાન જંત્રીના 15 ટકાના દરે પ્લોટ આપવામા આવશે. પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી 6 માસમાં લેવાના રહેશે. મૂળ ફાળવણીદાર સિવાયના લોકો જરૂરી પૂરાવા આપી ટ્રાન્સફર ફી ભરવાની રહેશે.

અમદાવાદના 1100 માલધારી પરિવારોને પોતાનું ઘર અને માલિકીનો હક મળશે.સરકારના આ નિર્ણય અંગે પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાત સરકારના નિર્ણયનો આભાર માનું છું. વર્ષોથી માલધારી સમાજની માંગણી હતી. 60 વર્ષથી અમારી માંગ હતી કે માલિકી હક અપાય. સરકારે બહાલી આપી તેને લઈ આભાર માનું છું. આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે સરકાર રાહતદરે કરી આપે તેવી માંગ હતી. 15 ટકા લેખે પ્લોટ આપવા બાબતે આભાર માનું છું. ઢોરોનો 99 ટકા પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે.