રિપોર્ટ@અરવલ્લી: હલકી ગુણવંત્તા નું કામ છતાં કઈ રીતે બિલ પાસ? ગ્રામ્ય વિસ્તારમાં ભ્રષ્ટાચારનું ગળનારું

 
ગલનારું

ગરનાળા ના કામમાં વાપરવામાં આવેલ સિમેન્ટ પણ હલકો જોવા મળી રહયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અરવલ્લી જિલ્લામાં વિકાસના કામો ઘણા ફાળવવામાં આવ્યા છે કામો પણ થાય છે અને કામોના બીલો પણ પાસ થઇ જાય છે પણ સવાલ ત્યાં ઉભો થાય છે કે જે તે કામોની ચકાસણી વગર બીલો પાસ થઇ જાય છે જેની સામે હલકી ગુણવતા ના કામો હોય તો પણ અધિકારીઓ અને એસો ની મિલી ભગત ને કારણે ઘણી વાર બોગસ કામોના બીલો પાસ થઇ જતા અનેક સવાલો ઉભા થાય છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યોજના વિવેકાધીન પંદર ટકા 2023/2024 નું થયેલ કામ જ્યાં ચાર લાખની બજેટ થી એક ગરનાળુ બનાવવામાં આવ્યું છે પરંતુ ગરનાળુ જોતા એવું લાગે છે કે કામમાં હલકી ગુણવતા નું મટેરીયલ વાપરવામાં આવ્યું છે ગરનાળા ની ઉપરની બાજુમાં ખાડાઓ તેમજ તિરાડો પડેલી જોવા મળી છે.

હાલ આ કામ જોતો તો એવું લાગે છે કે ચોમાસાના સમયે આ કામમાં વપરાયે સરકારના રૂપિયા ક્યાંક ખાડામાં ના જાય તેવું લાગી રહયું છે. આ ગરનાળા ના કામમાં વાપરવામાં આવેલ સિમેન્ટ પણ હલકો જોવા મળી રહયો છે. ત્યારે હાલ તો ગરનાળુ જોતા તો એવું લાગી રહ્યું છે કે શું આ ગરનાળા નું બિલ પાસ થયું હશે કે નહિ તે સવાલ હજુ ઉભો છે. બીજી તરફ જે તે કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવેલ હલકી ગુણવતા નું કામ કેટલું યોગ્ય? આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે તે વિસ્તારમાં થયેલ કામની તપાસ કરે અને હલકી ગુણવતા ના કામ સામે કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે.