રીપોર્ટ@અરવલ્લી: માટીની સાથે કરોડોનું રેતી કંકર ગાયબ, સિંચાઇ અને ખાણખનીજ વચ્ચે કાર્યવાહી બની બાપડી બિચારી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
અરવલ્લી જિલ્લામાં દર વર્ષે રાજ્ય સરકારના જળસંચય અભિયાન હેઠળ સિંચાઇ વિભાગની કચેરી વર્ક ઓર્ડર મંજૂર કર્યાં હતા. આ દરમ્યાન ગત વર્ષે રેલ્વેને માટીની જરૂરિયાત થતાં જળસંચય અભિયાન હેઠળ માટીની માંગણી મૂકાઇ હતી. રજૂઆત કરી રેલ્વેવાળાએ અને તેના આધારે સિંચાઇ કચેરીએ આખરે ખાનગી ઠેકેદારને મેશ્વો નદી પટમાંથી માટી લેવા ચાર વર્ક ઓર્ડર આપી દીધા હતા. આ દરમ્યાન ઠેકેદારે મેશ્વો નદી પટમાંથી અલગ અલગ જગ્યાએથી માટી મેળવતાં નદીમાંથી રેતી કંકર પણ ખલાસ થઈ ગયા ત્યારે હજારો ટન રેતી કંકર કોણ ક્યારે લઈ ગયું તે પ્રશ્ન ઉભો થયો. આ વિષયમાં એવા અલગ અલગ અને માથું ખંજવાળવા મજબૂર કરે તેવી વાતો આવી રહી છે. સરકારના નાણાંકીય હિતમાં આ સ્પેશ્યલ રિપોર્ટ.
અરવલ્લી જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ રાજ્ય સિંચાઇ વિભાગની કચેરીએ કામગીરી કરી હતી. આ અભિયાન હેઠળ નદી પટમાંથી કાંપ સાફ કરવા, તળાવ ઉંડા કરવા સહિતની કામગીરી આવે ત્યારે આ અભિયાનની જાણ રેલ્વેને થતાં માટીની જરૂરિયાત બતાવી હતી. આથી સિંચાઇ કચેરીના ઇજનેરે જળસંચય અભિયાન હેઠળ મેશ્વો નદી પટમાંથી સાદી માટી લેવા મંજૂરી આપી હતી. સરેરાશ ચાર વર્ક ઓર્ડર ખાનગી ઠેકેદારને આપ્યા પરંતુ માટી સાથે આસપાસમાંથી રેતી, કાંકર પણ ગાયબ થતાં મામલો કથિત ખનીજ ચોરીનો ઉભો થયો હતો. આ બાબતે જાણતાં મોડાસા નજીક ચાલતાં રેલ્વેના મોટા પ્રોજેક્ટમાં હેવી પાળો બન્યો હોઈ ત્યાં રેતી કંકર ઠલવાયા હોવાની બૂમરાણો અને આશંકાઓ વ્યક્ત થઈ હતી. આ દરમ્યાન મામલો સિંચાઇ અને ખાણખનીજને પણ જાણમાં આવ્યો ત્યારે સૌથી મોટો સવાલ રેતી કંકરની રોયલ્ટી અને સરકારના નાણાંકીય હિત બાબતે આવે. વાંચો નીચેના ફકરામાં.
હવે અત્યારે સદર વિષયમાં રોયલ્ટીની ખબર લેતાં કાર્યવાહી નામની પ્રક્રિયા બાપડી બિચારી બની હોય તેવો ઘાટ સર્જાયો છે. સિંચાઇ કચેરીના ઈજનેર નિરજ પટેલ કહે છે કે, કયું ખનીજ છે કે નહિ અને રોયલ્ટી હેઠળ આવે કે કેમ તે અમારો વિષય નથી. તેમજ અમો રેલ્વેને એક પત્ર લખીએ છીએ તેમજ ભૂસ્તરશાસ્ત્રી કચેરીને પણ જાણ સારું લખવા પ્રયત્ન કરીએ છીએ. આ તરફ ખાણખનીજના ભૂસ્તરશાસ્ત્રી ચૌધરી કહે છે કે, કોઈ રજૂઆત કરે તો કાર્યવાહી કરીએ ને? જ્યારે સ્થળ ઉપર ગયા હોઈએ એવું ખરૂં? તેમ પૂછતાં રોયલ્ટી વસૂલાત બાબતે ભૂસ્તરશાસ્ત્રી ચૌધરી એવું પણ કહે છે કે, સ્થળ તપાસ સહિત બધી કામગીરી થઈ હોય પરંતુ ઓફિસમાં વિગતો હોય. જોકે વસૂલાતની રકમ બાબતે કામમા/રજામાં હોવાથી ધ્યાને ના હોવાનું કહ્યું હતુ. હવે અહિં સવાલ થાય કે, હજારો ટન માટી લેવાઇ ત્યારે રેતી કંકર ક્યાં ગયા ? વર્ક ઓર્ડરની જગ્યાએ માટીને મિશ્રિત કે માટીને આસપાસના રેતી કંકરની તપાસ થઈ હશે ? વાંચો સૌથી મોટી આશંકા ક્યાં
નદી પટમાંથી માટી કરતાં રેતી કંકર સૌથી વધુ મળે એ સર્વવિદિત છે. જો આ બાબતે તપાસ થઈ હોય તો એક અંદાજ મુજબ લાખો કરોડોની રોયલ્ટી વીથ પેનલ્ટી વસૂલાત થાય અથવા થઈ હોય. જોકે ભૂસ્તરશાસ્ત્રીના શબ્દો બે તરફ હતા એટલે કળવું સમજવું મુશ્કેલ બન્યું કે, સદર વિષયમાં સરકારની તિજોરીને મદદ મળી હશે અથવા રેતી કંકર ચોરનાર ઈસમો શોધાયા હશે? સિંચાઇ કચેરીના ડેપ્યુટી ઈજનેર નિરજ પટેલ તો ત્યાં સુધી કહે છે કે, ખાણખનીજ વાળા જોવા ચકાસવા સ્થળ ઉપર ગયા હતા એટલું ખબર છે. જોકે સદર વિષયમાં જો રોયલ્ટી વસૂલાત થઈ હોય તો જાહેર કેમ ના થાય ? આ બાબતે ભૂસ્તરશાસ્ત્રી ચૌધરી એવું પણ કહે છે કે, ઓફિસમાં આવી જોઈ લો પરંતુ ફરી એક જ વાત આવે કે, વસૂલાત હકીકતમાં થઈ છે ? આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ જાણીએ.