રિપોર્ટ@ભુજ: ભૂપેન્દ્રભાઈ પટેલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની કચ્છવાસીઓને આપશે ભેટ

 
ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી અંદાજે રૂ. ૧૦૦૦ કરોડથી વધારે ખર્ચના કુલ ૨૦ કામનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ બપોરે ૪:૦૦ કલાકે ભુજ-ભચાઉ હાઇવે, શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૯૯૬ કરોડના કુલ ૧૨ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૧ કરોડના ૮ કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.૧૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છ વાસીઓને ભેટ આપશે.

 

મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો સર્વ કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

લોકાર્પણના કામોની વિગતો
1. માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે રૂ. ૩.૧૬ કરોડના ખર્ચે નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ
2. મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે રૂ. ૩.૦૦ કરોડના નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ
3. માંડવી તાલુકાના સાંભરાઈ ગામ ખાતે રૂ. ૧.૨૫ કરોડના નવનિર્મિત હાઈસ્કૂલનું લોકાર્પણ
4. અંજાર તાલુકાની વરસામેડી કુમાર પ્રાથમિક શાળાભવનનું રૂ. ૦.૫૨ કરોડના ખર્ચે લોકાર્પણ
5. ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે રૂ.૧.૦૫ કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
6. ભુજમાં રૂ. ૦.૮૧ કરોડના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-૦૨ નું લોકાર્પણ
7. ભુજમાં રૂ. ૦.૮૩ કરોડના ખર્ચે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-૦૩ નું લોકાર્પણ
8. ભચાઉ તાલુકાના ધોળાવીરા ખાતે રૂ. ૦.૬૫ કરોડના ખર્ચે મેટરનિટી કોમ્પ્લેક્ક્ષનું લોકાર્પણ
આમ, કુલ રૂ. ૧૧.૨૭ કરોડના ખર્ચે ૦૮ કામોનું લોકાર્પણ કરાશે.