રીપોર્ટ@દેશ: PM મોદીએ હિમાચલ પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું, 1500 કરોડની કરશે સહાય

 
મોદી
પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદી હિમાચલ પ્રવાસે છે ત્યારે તેઓ વિશેષ ફ્લાઇટ દ્વારા બપોરના 1.20એ ગગલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમનું રાજ્યપાલ અને સીએમ અને વિપક્ષ નેતાએ સ્વાગત કર્યુ હતુ.ત્યાં પહોચ્યા બાદ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાનું હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારો માટે 1500 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. તેઓએ પૂર પીડિતોના પરિવારજનોને બે બે લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને પચાસ-પચાસ હજાર રૂપિયાની રકમ આપવાનું એલાન કર્યુ છે.

તેમણે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈને તેમને સહાનુભૂતિ વ્યક્ત કરી અને તમામ પ્રકારની મદદનો ભરોસો આપ્યો. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં હવાઈ સર્વે કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારો માટે રુ1500 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે.વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશમાં પૂરની પરિસ્થિતિ પર એક પ્રેઝેન્ટેશન જોયું.

રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લ અને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્કૂ પણ તેમની સાથે હાજર હતા. તેમણે પૂર પીડિત લોકો સાથે વાતચીત પણ કરી.મહત્વનું છે કે છેલ્લાં કેટલાય સમયથી હિમાચલ પ્રદેશમાં અલગ અલગ જગ્યાઓ પર કુદરતે પોતાનો કહેર વર્તાવ્યો. અનેક જગ્યાઓ પર આખાને આખા ઘરો તણાઇ ગયા. લોકોએ જીવ ગુમાવ્યો. હજુ પણ ત્યાં કુદરતનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.વડાપ્રધાન મોદીએ પૂરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે NDRF અને SDRFના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી.