રીપોર્ટ@દાહોદ: મનરેગાના 51 કર્મચારીઓની એકસાથે બદલી ના આદેશ, તંત્રમાં ગરમાવો

 
કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં ફરજ બજાવતાં કર્મચારીઓની વહીવટી કારણોસર બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. દાહોદમાં મનરેગાના 51 કર્મચારીઓની એકસાથે બદલીના DDOએ આદેશ કર્યા છે. દાહોદમાં મનરેગા કૌભાંડ બાદ હવે વહિવટ તંત્ર હરકતમાં આવ્યું છે.

મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે તવાઇ બોલાવી છે. તેવામાં હવે દાહોદમાં મનરેગાના 51 કર્મચારીઓની એકસાથે બદલી કરવામાં આવી છે. DDOએ દાહોદ જિલ્લામાં 2 APO સહિત 51 કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યું છે. રીલીવરની રાહ જોયા વગર મનરેગાના 51 કર્મચારીઓની બદલી કરવામાં આવી રહી છે. બદલી કરાયેલા કર્મચારીઓને હાજર થવાનો આદેશ ફરવામાં આવી રહ્યો છે. 51 કર્મચારીઓની એકસાથે બદલીથી તંત્રમાં ગરમાવો જોવા મળ્યો છે.