રીપોર્ટ@દાહોદ: આચારસંહિતા પહેલાં મનરેગાની ફાઈલો માટે પૂર્વ ડીડીપીસીએ શું કર્યું, હુકમનો એક્કો ભાગ-2

 
Dahod
શાખાનાં બળે હાલના ડીડીપીસીનો દબદબો હોવો જોઈએ એટલો વજન ભૂતપૂર્વ ધરાવે છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ભૂતપૂર્વ ડીડીપીસી તમે બોલી શકો પરંતુ આજેપણ તે ડીડીપીસી જેટલો દબદબો ધરાવે છે. એટલે જ ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પહેલાં દિવસ રાત ભલામણોનો દૌર, ફાઇલોને વહીવટી મંજૂરીઓ અને ટેલિફોનિક આદાન પ્રદાન ખૂબ રહ્યું હતુ. આલમ ડીડીપીસી નહિ હોવા છતાં મનરેગાના કામોને મંજૂરી આપવા/અપાવવા ફોન ખૂબ વધારે પ્રમાણમાં થયા/આવ્યા હતા. નિયામકના વિશ્વાસુ અને હુકમનો એક્કો હોવાથી મનરેગાની કઈ ફાઇલ પાસ કરાવવી તેનો મદાર જાણી સૌકોઈએ ભૂતપૂર્વ ડીડીપીસીને વિનંતીઓ કરવી પડી હતી. આવી સ્થિતિમાં હાલના ડીડીપીસી પાસે આવો દબદબો કેમ નહિ તે સૌથી મોટો સવાલ છે અને આ ભૂતપૂર્વ ડીડીપીસીનો દબદબો ઉત્તરોત્તર વધવા પાછળ પણ ઘણાં કારણો જવાબદાર મનાય છે. જાણીએ ચૂંટણી આચારસંહિતા પહેલાં શું બન્યું હતું.

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં સૌથી વધારે કામ અને સૌથી વધુ મહત્વ, દબદબો હોય તો મનરેગા શાખાનો છે. શાખાનાં બળે હાલના ડીડીપીસીનો દબદબો હોવો જોઈએ એટલો વજન ભૂતપૂર્વ ધરાવે છે. આ બાબતે વધુ એક ઘટસ્ફોટ સામે આવતાં આલમ કેટલો પાવરફુલ અને મનરેગા ઉપર પકડ ધરાવે છે તે સમજી શકાશે. લોકસભાની ચૂંટણી આચારસંહિતા અમલી બની તેના આગલાં દિવસ સુધી મનરેગાના કયા અને કેટલા કામોની વહીવટી મંજૂરી આપવી તેના ઉપર દોડધામ મચી હતી. આ સમયે કયા તાલુકાના કયા ગામોના કોના કામો લેવા તે માટેની આખી પ્રક્રિયામાં ભૂતપૂર્વ ડીડીપીસી આલમનુ વર્ચસ્વ ઓછું નહોતું. અનેક જગ્યાએથી આ આલમભાઇને ફોન આવ્યા હતા કે, ભાઇ આ કામો લેજો, લેવડાવજો, ઝડપથી મંજૂરી અપાવજો. આ દરમ્યાન ફાઇલોની મંજૂરી માટે થયેલી દોડધામમાં સર્વરની સમસ્યાને પગલે કેટલાક કામો બાકાત પણ રહી ગયા હતા.


સૂત્રોએ જણાવ્યું હતું કે, મનરેગામાં માસ્ટરી હોય, નિયામકના આશીર્વાદ હોય કે પછી કથિત વહીવટદાર હોય તે જાણવું પડે પરંતુ આ હુકમના એક્કાનો દબદબો કાઢવા પ્રયત્ન કરનાર જિલ્લા પંચાયતના સભ્યો પૂરા સફળ થયા નથી. સભ્યોએ ભલે ડીડીપીસી તરીકે હટાવ્યો પરંતુ આજે પડદાં પાછળ પાવર ડીડીપીસીથી પણ વધી ગયો હોય તેવી નોબત બની છે. મનરેગાના કામોની અમલવારીથી માંડી ફરિયાદ અને તપાસવાળા વિષયમાં પણ આ પાવરફુલ વ્યક્તિને નિયામક સહેજપણ અવગણતા નથી. તેનાથી હવે નાગરિકો પણ જાણી રહ્યા છે કે મનરેગાનો કોઈપણ વિષય લઈને ડીઆરડીએ જવાય તો આ આલમભાઈની અવગણના કામ ના થવા માટે કાફી છે.