રિપોર્ટ@દિલ્હી: CM અરવિંદ કેજરીવાલ AAP પાર્ટીની ઓફિસે પહોંચ્યા, કરશે પ્રેસ કોન્ફરન્સ

 
અરવિંદ કેજરીવાલ
કેજરીવાલનો ત્રણેય રાજ્યોમાં રેલીઓ અને રોડ શો કરવાનો પ્લાન છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારેના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે, ત્યારબાદ તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. તેઓ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. ત્યારે આજે કેજરીવાલ હનુમાન મંદિરના દર્શન કરીને આમ આદમી પાર્ટીની ઓફિસ પહોંચ્યા છે. થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જેલમાંથી છૂટ્યા બાદ AAPની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે 'લોકો અમારી સાથે છે.'

દિલ્હીના મુખ્યમંત્રીએ જેલમાંથી બહાર આવ્યા બાદ સૌથી પહેલા કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. આ પછી તેઓ પરિવાર સાથે નવગ્રહ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે ભગવાન શિવની પૂજા કરી. આ દરમિયાન સીએમ ભગવંત માન પણ હાજર હતા. કેજરીવાલ જેલમાંથી બહાર આવવાથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે, કારણ કે તેઓ AAPના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે.

અરવિંદ કેજરીવાલ એવા સમયે જેલમાંથી બહાર આવ્યા છે જ્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી થવાની બાકી છે. આ ત્રણેય રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ઘણી મજબૂત છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનો ત્રણેય રાજ્યોમાં રેલીઓ અને રોડ શો કરવાનો પ્લાન છે.