રિપોર્ટ@દિલ્હી: CM અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટે તરફથી ફટકો, 75 હજારનો દંડ ફટકાર્યો

 
કેજરીવાલ

કસ્ટડી ઓર્ડરને પણ પડકાર્યો નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે

અટલ સમાચાર ડોટ કેમ, ડેસ્ક

દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ થયેલ CM અરવિંદ કેજરીવાલની વિશેષ વચગાળાના જામીનની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. દિલ્હી હાઇકોર્ટે વિશેષ વચગાળાના જામીનની અરજી ફગાવી અને 75 હજારનો દંડ ફટકાર્યો હતો.હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલ દ્વારા, કોર્ટમાંથી માંગ કરવામાં આવી હતી કે કેજરીવાલને તેમના બાકીના કાર્યકાળ માટે વિશેષ વચગાળાના જામીન આપવામાં આવે. આ કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે અને અરજદાર પર 75 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે, તમને વીટો પાવર કેવી રીતે મળે છે? શું તમે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય છો? કોર્ટે કહ્યું કે કોર્ટના આદેશના આધારે અરવિંદ કેજરીવાલ ન્યાયિક કસ્ટડીમાં છે. તેના પર અરજીકર્તાના વકીલે કહ્યું કે હું અહીં અરવિંદ કેજરીવાલ માટે નહીં પરંતુ દિલ્હીના કરોડો લોકો માટે આવ્યો છું. હું અહીં માત્ર નાગરિકોના કલ્યાણ માટે આવ્યો છું. અરજદારના વકીલે કહ્યું કે, મુખ્યમંત્રીની ધરપકડના કારણે સમગ્ર સરકાર ઠપ્પ થઈ ગઈ છે, મુખ્યમંત્રી છે.

આના પર હાઇકોર્ટે કહ્યુ કે આ કોઇ વ્યક્તિગત હિત અને રાષ્ટ્રીય હિતને આધીન હોવાની વાત જ નથી હાઇકોર્ટે અરજીકર્તાને પુછ્યુ કે તમારા આમા રોલ શું છે શું તમે કેજરીવાલ માટે જામીન માટે બોન્ડ ભરશો? શું તમે તે બોન્ડ ભરવા તૈયાર છો. શું તમે ખાતરી કરશો કે કોઈ સાક્ષી પ્રભાવિત ન થાય? તમે તેના કસ્ટડી ઓર્ડરને પણ પડકાર્યો નથી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અમે અગાઉની પીઆઈએલ પણ ફગાવી દીધી છે. આ પછી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી અને અરજદાર પર 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.