રિપોર્ટ@દિલ્હી: કેજરીવાલને CM પદેથી હટાવવાની માંગ કરનારને હાઇકોર્ટે આપ્યો ઠપકો

 
કેજરીવાલ

આ અગાઉ અન્ય લોકો દ્વારા થયેલી આ પ્રકારની બે અરજીઓ પણ હાઈકોર્ટે ફગાવી દેવામાં આવી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવાની માંગ કરતી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટે ઠપકો આપ્યો હતો. કહ્યું કે આ બધું પબ્લિસિટી માટે કરાઈ રહ્યું છે. અમે અરજદારને ભારે દંડ ફટકારીશું. આપ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે દિલ્હી એક્સાઈઝ પોલિસીના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ અને જેલમાં ગયા બાદ સીએમ કેજરીવાલને પદ પરથી હટાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

તેમની અરજી અંગે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે આલોચના કરી હતી. જો કે કોર્ટે આ અરજીને ફગાવી નહોતી દીધી, કારણ કે કોર્ટનું કહેવું હતું કે, જે બેંચે અગાઉ આવા પ્રકારની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીને પણ તે બેંચ સમક્ષ સુનાવણી થવી જોઈએ. આ અરજી પર બુધવારે સુનાવણી થઈ શકે છે.આ અગાઉ અન્ય લોકો દ્વારા થયેલી આ પ્રકારની બે અરજીઓ પણ હાઈકોર્ટે ફગાવી દેવામાં આવી હતી. 4 એપ્રિલના રોજ, કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેન્ચે આ મુદ્દે પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે રહેવું તે કેજરીવાલની વ્યક્તિગત ઈચ્છા છે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કેસમાં 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે 1 એપ્રિલ સુધી ED રિમાન્ડ આપ્યા હતા. આ રિમાન્ડ પૂરા થતાં કોર્ટે તેમને 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. હાલમાં કેજરીવાલ તિહાડ જેલમાં છે. તેમની ધરપકડ બાદથી વિરોધ પક્ષો મુખ્યમંત્રી પદ પરથી તેમના રાજીનામાની માગ કરે છે.