રિપોર્ટ@દિલ્હી: સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી ઢંઢેરા સમિતિમાં ભાગ લેશે,ગુજરાતના વિખવાદની ચર્ચા કરશે

 
ભૂપેન્દ્રભાઈ પટેલ

આ સાથે હાઇકમાન્‍ડ ગુજરાતની સ્‍થીતીનો તાગ પણ મેળવશે

અટલ સામાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય ધમાસાણ વચ્‍ચે સીએમ ભૂપેન્‍દ્રભાઇ પટેલને દિલ્‍હીનું તેડુ આવ્‍યુ આજે દિલ્લી છે. રાજયની અલગ-અલગ બેઠકો પર વિવાદ વચ્‍ચે CMનો દિલ્લી પ્રવાસ થવાનો છે. આ ઉપરાંત મેનિફેસ્‍ટો કમિટીની બેઠકમાં તેઓ ઉપસ્‍થિત રહેશે. ભાજપના ઘોષણાપત્રને તૈયાર કરવાની ચર્ચા માટે બેઠક યોજાવાની છે. જેમાં ૨૦૨૪ના ચૂંટણી માટે ઘોષણાપત્રને લઇ ચર્ચા કરાશે.

ભાજપે રાજયની ૨૬ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ પહેલીવાર ગુજરાત ભાજપમાં કાર્યકરોનો જૂથવાદ અને અસંતોષ બહાર આવ્‍યો છે જેને લઇને પ્રદેશ મોવડી મંડળ પણ ચિંતિત બન્‍યુ છે. ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે. આ વચ્‍ચે તેઓ આજે દિલ્‍હી બોલાવવામાં આવ્‍યા છે. આમ તો તેઓ મેનિફેસ્‍ટો કમિટીની બેઠકમાં જવાના છે હાઇકમાન્‍ડ સાથે બેઠક કરી શકે છે. અને ગુજરાતની રાજકીય સ્‍થિતીથી વાકેફ કરશે. તેમ માનવામાં આવે છે.

ગુજરાતમાં વડોદરા, અમરેલી, સાબરકાંઠા, જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલીને બહાર આવ્‍યો છે. પક્ષના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે. પક્ષમાં કોંગ્રેસીઓની ભરતી મેળાથી કાર્યકરો નારાજ બન્‍યા છે. ભરતી મેળાને કારણે પક્ષપલટુઓને મહત્ત્વનું સ્‍થાન મળી રહ્યું છે.