રિપોર્ટ@દેશ: ભાજપ સામે અખિલેશ યાદવે નવા અભિયાનની કરી શરૂઆત, શું કહ્યું? જાણો વિગતવાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જહાં દિખે ભાજપાઇ, વહાં બીછાઓ ચારપાઇ. અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું “SPનું નવું અભિયાન, જહાં દિખે ભાજપાઇ,વહાં બીછાઓ ચારપાઇ !આ અભિયાન હેઠળ, જ્યારે પણ બીજેપીનો કોઈ વ્યક્તિ અથવા તેના સહયોગી તમારી પાસે આવે, ત્યારે તેમને પ્રેમથી બેસાડો અને. તે કંઇ બોલે તે પહેલાજ તેમને પૂછજો કે ભાજપ બંધારણ કેમ બદલવા માંગે છે?
ભાજપ શા માટે અનામત ખતમ કરવા માંગે છે?
તેમને પૂછો કે ભાજપ શા માટે મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને ટિકિટ આપે છે? તેમણે કહ્યું કે કોઇપણ ભાજપનો નેતા તમારી પાસે આવે એટલે તેને પ્રેમથી બેસાડીને પૂછજો કે “કેમ પેપર લીક કરીને ભારતીય જનતા પાર્ટી યુવાનો પાસેથી નોકરીની તકો છીનવી રહી છે? ભાજપ નફાખોરીને પ્રોત્સાહન આપીને અને ઉદ્યોગપતિઓ પાસેથી ચૂંટણી દાન એકત્ર કરીને મોંઘવારી શા માટે વધારી રહી છે?”
આ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવે મછલીશહરમાં ચૂંટણી સભામાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. સમાજવાદી પાર્ટીના વડાએ કહ્યું હતું કે “હવે કોઈ મન કી બાત સાંભળવા માંગતું નથી, બધા સંવિધાનની વાત કરવા માંગે છે, અને સંવિધાનના માર્ગ પર ચાલવા માગે છે. તેઓએ કહ્યું કે જેઓ કહેતા હતા કે સારા દિવસો આવશે, ન તો સારા દિવસો આવ્યા અને ન કોઈના એકાઉન્ટમાં કંઈ આવ્યું પણ જ્યારે 4 જૂને સરકાર બદલાશે ત્યારે આપણા સુખના દિવસો આવશે.