રિપોર્ટ@દેશ: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પહોંચ્યા રાયબરેલી, મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું

 
રાહુલ ગાંધી

ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

યુપીમાં પાંચમા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. કોંગ્રેસના નેતા અને રાયબરેલીના ઉમેદવાર રાહુલ ગાંધી આજે રાયબરેલી પહોંચ્યા હતા. અહીં તેમણે મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાની 14 બેઠકો માટે આજે એટલે કે સોમવારે મતદાન થઈ રહ્યું છે. 

આ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજનાથ સિંહ અને સ્મૃતિ ઈરાની સહિત પાંચ કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ મતદારોની કસોટી પર હશે. રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી મતદાન પ્રક્રિયાની તપાસ કરવા માટે અચાનક બૂથ પર પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થળ પર હાજર મતદારોએ રાહુલ સાથે ફોટા પડાવ્યા હતા.

જિલ્લામાં પહોંચીને રાહુલ ગાંધી સૌથી પહેલા ચુરુઆ હનુમાન મંદિર પહોંચ્યા. જ્યાં તેમણે દર્શન અને પૂજા-અર્ચના કરી ત્યારબાદ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે બસપાએ ઠાકુર પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. યુપી કોંગ્રેસ રાયબરેલીથી જીતી રહી હોવાની માહિતી આપવામાં આવી છે.