રિપોર્ટ@દેશ: લાંચ મામલે કોંગ્રેસના નેતા પર ચૂંટણીપંચની કાર્યવાહી, 1.99 કરોડ કર્યા જપ્ત

 
નિર્વચન સદન
કર્ણાટકમાં કોંગ્રેસ નેતા પર આ કાર્યવાહી કરવામાં આવી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભાની ચૂંટણીને લઇે ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા અને પૂર્વ મેયર શરણકુમાર સહિત અન્ય 3 લોકો વિરુદ્ધ લાંચ લેવાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. મહત્વનું છે કે ચૂંટણી પંચ દ્વારા નેતાઓના ભાષણો, રોકડનો ખર્ચ તથા ચૂંટણીને લઇને તામજામને લઇને કરવામાં આવતા ખર્ચો પર ખાસ નજર રાખી રહી છે. તેવામાં કર્ણાટકમાં કોંગ્રેસ નેતા પર આ કાર્યવાહી કરવામાં આવી. ચૂંટણીપંચ દ્વારા તેમની પાસેથી 1.99 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.

ઈન્કમટેક્સ અધિકારીઓએ તેમની કારમાં લઈ જવામાં આવતા બિનદસ્તાવેજીકૃત નાણાં જપ્ત કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. આ અંગે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે કોંગ્રેસના નેતા અને કાલાબુરાગીના પૂર્વ મેયર શરણકુમાર મોદી અને 3 અન્ય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી અને 1.99 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા જે તેમના કબ્જામાં હતા. કહેવામાં આવ્યું છે કે FIR લાંચ લેવા અને અયોગ્ય પ્રભાવ માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123 અને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવી હતી.