રિપોર્ટ@દેશ: સરકારે નવી ઈ-વાહન પોલિસીને આપી મંજૂરી,ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે વિશ્વમાં ભારતનો ડંકો

 
ઇવાહન પોલીસી

તેમણે ઇલેક્ટ્રિક વાહનોમાં ઓછામાં ઓછા 25 ટકા સ્થાનિક રીતે ઉત્પાદિત ઘટકોનો ઉપયોગ કરવો પડશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. દેશને ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ને મંજૂરી આપી છે.નવી નીતિ હેઠળ હવે દેશમાં કંપનીઓ 4,150 કરોડ રૂપિયાના લઘુત્તમ રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપી શકશે.

જે કંપનીઓ આ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, તેમને 35,000 ડોલર અને તેથી વધુની કિંમતની કાર પર 15% ની ઓછી આયાત જકાત સાથે દર વર્ષે 8,000 ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારત આયાતી કાર પર તેમની કિંમતના આધારે 70% અથવા 100% ટેક્સ લાદે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ પગલાથી નવીનતમ ટેકનોલોજી સુધી પહોંચવાની અને EV ઇકોસિસ્ટમને વધારવાની અને મેક ઇન ઇન્ડિયા પહેલને ટેકો આપવાની અપેક્ષા છે.