રીપોર્ટ@દેશ: કેબિનેટ બેઠકમાં રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મોદી સરકારની લીલી ઝંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ(CCEA) દ્વારા રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. કુલ 6,405 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ માત્ર રેલવે નેટવર્કનું વિસ્તરણ જ નહીં પરંતુ, સ્થાનિક લેવલે રોજગારી અને વ્યાપારની નવી તકો ખુલશે.
આ પ્રોજેક્ટને મળી મંજૂરી. કોડરમા - બરકાકાના ડબલિંગ (133 કિમી)આ વિભાગ ઝારખંડની મુખ્ય કોલસા ઉત્પાદન વિસ્તારમાંથી પસાર થાય છે. પટના અને રાંચી વચ્ચે સૌથી નાનો અને કાર્યક્ષમ રેલ માર્ગ પણ છે. બલ્લારી - ચિકજજુર ડબલિંગ (185 કિમી) આ લાઇન કર્ણાટકના બિલ્લારી અને ચિત્રદુર્ગ જિલ્લા તથા આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં થઈને પસાર થાય છે. આ મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ દ્વારા રેલવેની કાર્યકારી ક્ષમતા અને સેવાઓની વિશ્વસનીયતામાં નોંધપાત્ર સુધારો આવશે. આ યોજનાઓ વડાપ્રધાન મોદીના નવા ભારતના વિઝન સાથે અનુરુપ છે, જેનો ઉદ્દેશ્ય આત્મનિર્ભરતા અને સર્વાંગી વિકાસ છે.
આ પ્રોજેક્ટ્સ રેલવે નેટવર્કમાં 318 કિમીનો વધારો કરશે. 7 જિલ્લાઓના 1,408 ગામડાંઓની કુલ 28.19 લાખ વસ્તીને તેનો સીધો લાભ મળશે. આ માર્ગો કોલસો, લોખંડ, સ્ટીલ, સિમેન્ટ, ખાતરો, કૃષિ ઉત્પાદનો અને પેટ્રોલિયમ જેવા માલસામાનનું પરિવહન કરશે, જેનાથી વાર્ષિક 49 મિલિયન ટન વધારાનો માલસામાન પરિવહન શક્ય બનશે.