રિપોર્ટ@દેશ: ઓવૈસીએ ફરી એકવાર વિવાદ ઉભો કર્યો, જય પેલેસ્ટાઈનના નારા બાદ સંસદમાં હોબાળો

 
ઓવેસી

કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ વાંધો ઉઠાવ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. આજે લોકસભામાં સાંસદ તરીકેના શપથ દરમિયાન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા બાદ સંસદમાં અને બહાર પણ હોબાળો હતો.

જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના શપથમાં જય પેલેસ્ટાઈન કહ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.આ પછી લોકસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર રાધા મોહન સિંહે અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું હતું. જો કે ઓવૈસીના આ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. આ હોબાળા બાદ સંસદમાં એવી માંગ ઉઠી છે કે ઓવૈસીને ફરીથી શપથ લેવડાવવામાં આવે. ભાજપના કેટલાક નેતોઓએ તેનો વિરોધ કર્યો હતો. વિવાદ બાદ ઓવૈસીએ જણાવ્યું હતું કે ફિલિસ્તાની બોલવું એ સંવિધાનના વિરોધમાં કેવી રીતે હોય શકે? ભારતના સંસદ જી. કિશન રેડ્ડીનું કામ જ વિરોધ કરવાનું છે.