રિપોર્ટ@દેશ: RBIને 90 વર્ષ થવા પર વડાપ્રધાને આપી મોટી ભેટ, લોન્ચ કર્યો 90 રૂપિયાનો સિક્કો

 
મોદી

સરકારની ટંકશાળમાં બનેલા આ 90 રૂપિયાના સિક્કાનું વજન 40 ગ્રામ હશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદીએ 90 રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો છે. આ સિક્કાની ખાસિયત એ છે કે તેને શુદ્ધ ચાંદીથી બનાવવામાં આવ્યો છે. ત્યારે તે સિવાય તેમાં 40 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 90 રૂપિયાના ચાંદીના સિક્કાની એકબાજુ બેન્કનો લોગો છે અને બીજી તરફ મુલ્યવર્ગ 90 રૂપિયા લખ્યું છે.ભારત સરકારની ટંકશાળમાં બનેલા આ 90 રૂપિયાના સિક્કાનું વજન 40 ગ્રામ હશે, જે 99.9 ટકા શુદ્ધ ચાંદીથી બન્યો છે.

આ પહેલા પણ 1985માં રિઝર્વ બેન્કની સુવર્ણ જયંતી પર તથા 2010માં રિઝર્વ બેન્કની પ્લેટિનમ જ્યુબલી પર સ્મારક સિક્કા જાહેર થઈ ચૂક્યા છે.આ સિક્કો લોન્ચ થયા બાદ તેને વધારે પ્રિમિયમ પર વેચવામાં આવશે. રિપોર્ટસ મુજબ આ સિક્કાની આશરે કિંમત 5200થી 5500 રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે. આ સિક્કાને લઈ દેશભરમાં બેન્ક કર્મીઓ સહિત સિક્કાના સંગ્રહકર્તાઓમાં ખુબ જ ઉત્સાહ છે. 19 માર્ચ 2024એ ભારત સરકારના નાણા મંત્રાલયના આર્થિક કાર્ય વિભાગે આ સિક્કાને જાહેર કરવા માટે ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કર્યુ હતું.