રિપોર્ટ@દેશ: બંગાળના મુખ્યમંત્રીએ મહિલાઓ પર થઈ રહેલી હિંસા અંગે વડાપ્રધાનને લખ્યો પત્ર, જાણો શું કહ્યું?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મમતા બેનરજીએ દેશમાં મહિલાઓ પર થઈ રહેલી હિંસા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. આ પત્ર દ્વારા તેમણે બળાત્કાર વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગણી કરી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના મુખ્ય સલાહકાર અલપન બંદ્યોપાધ્યાયે આ અંગે માહિતી આપી છે.દેશભરમાં દરરોજ લગભગ 90 બળાત્કાર થાય છે.
મમતા CM મમતા બેનરજીએ તેમના પત્રમાં લખ્યું, "દેશભરમાં બળાત્કારના કેસો સતત વધી રહ્યા છે અને ઉપલબ્ધ આંકડા અનુસાર ઘણા કેસોમાં બળાત્કાર સાથે હત્યા પણ કરવામાં આવે છે. એ જોવું ભયાવહ છે કે દેશભરમાં દરરોજ લગભગ 90 બળાત્કારના કેસો થાય છે. આનાથી સમાજ અને રાષ્ટ્રનો વિશ્વાસ અને વિવેક ડગમગી જાય છે. આપણા બધાની ફરજ છે કે આપણે આને સમાપ્ત કરીએ જેથી મહિલાઓ સુરક્ષિત અનુભવે." તેઓએ લખ્યું કર, "આવા ગંભીર અને સંવેદનશીલ મુદ્દાને કઠોર કેન્દ્રીય કાયદા દ્વારા વ્યાપક રીતે સંબોધવાની જરૂર છે, જેમાં આવા જઘન્ય અપરાધોમાં સામેલ વ્યક્તિઓ વિરુદ્ધ કઠોર સજાની જોગવાઈ હોય.
આવા કેસોમાં ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના પર પણ પ્રસ્તાવિત કાયદામાં વિચાર કરવો જોઈએ."આવા જઘન્ય અને ક્રૂર અપરાધોને રોકવા માટે કડક કાયદાની જરૂર ફાસ્ટ ટ્રેક કોર્ટે ઝડપથી સુનાવણી કરવી જોઈએ. 15 દિવસની અંદર ટ્રાયલ પૂરી કરવી પડશે.કોલકાતા બળાત્કાર અને હત્યા કેસને લઈને સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુરુવારે 22 ઓગસ્ટ 2024ના બંગાળ પોલીસને ઠપકો આપ્યો. કોર્ટે દેશભરના ડૉક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેતા નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.