રિપોર્ટ@ધાનેરા: કાળઝાળ ગરમીના કારણે લોકોમાં વધી બીમારી, દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયા

 
આરોગ્ય

સરકારી હોસ્પીટલમાં દર્દીઓના ટોળે ટોળા જોવા મળ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કાળઝાળ ગરમી ના કારણે લોકોમાં બીમારી વધી રહી છે. ધાનેરા તાલુકામાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે તેમજ લગ્નની સિઝન હોવાથી લોકોમાં ખાવા પીવાની કાળજી ન લેવામાં આવતા બીમારીનું પ્રમાણ વધી રહ્યુ છે. જેથી ધાનેરામાં સરકારી તેમજ પ્રાઇવેટ દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે, પ્રાઇવેટ દવાખાનાઓ માં પણા મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે તેની સાથે સાથે ધાનેરાની રેફરલ હોસ્પીટલમાં તો લોકોને બેસવા માટે પણ જગ્યા નથી તેટલા દર્દીઓ ઉભરાઇ રહ્યા છે.

ધાનેરા સરકારી હોસ્પીટલમાં છેલ્લા ચારેક દિવસથી દર્દીઓમાં વધારો થવા પામ્યો છે.આ અંગે ધાનેરા રેફરલ હોસ્પીટલના ડોક્ટરે જણાવેલ કે હાલમાં ગરમીની સિઝન હોવાથી લોકોમાં શરદી ખાંસી, તાવ, ઝાડા જેવા દર્દીઓ વધી રહ્યા છે. તેમાં ખાસ કરીને નાના બાળકોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યુ છે. માટે આ ઉનાળામાં લોકોએ ગરમીમાં બહાર નિકળવુ જોઇએ નહી તેમજ વધુમાં વધુ પાણી પીવાનું રાખવુ જોઇએ તેમજ રાત્રે વાતાવરણ ઠંડુ પડતુ હોવાથી લોકો બહાર ખુલ્લામાં ઉંઘતા હોવાથી શરદી ખાંસીનું પણ પ્રમાણ વધી રહ્યુ છે તો બહાર બાળકોને રાત્રે ખુલ્લામાં ઉંઘાડવા નહી તેમજ ખાવા પીવામાં પણ ખાસ કાળજી લેવા માટે ની સલાહ આપવામાં આવી હતી. ધાનેરા સરકારી હોસ્પીટલમાં દર્દીઓના ટોળે ટોળા જોવા મળ્યા હતા.