રિપોર્ટ@ગાંધીનગર: ક્ષત્રિયોનો વિરોધ આક્રમક થતા રૂપાલાની સુરક્ષા વધારાઈ

 
રૂપાલા

રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોના જબરદસ્ત વિરોધ વચ્ચે ઘેરાયેલા છે, તેમને તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી.આ દરમિયાન તેમણે રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા.

પરસોત્તમ રૂપાલાના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વધતા વિરોધ વચ્ચે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે, તેમની સુરક્ષામાં વધારો કરાયો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજના આક્રોશને જોતા  સુરક્ષામાં અચાનક જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે, રૂપાલાના ગાંધીનગરના નિવાસસ્થાને તાબડતોડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આ સુરક્ષમાં અત્યારે ચાર SRPના જવાનોની સાથે હોમગાર્ડ 24 કલાક તૈનાત રહેશે. સેક્ટર 3માં આવેલા નિવાસસ્થાન પોલીસનો આ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમને તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી.

આ દરમિયાન રૂપાલાએ રજવાડાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. આ સભામાં તેમને કહ્યું હતુ કે, અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી નહોંતુ રાખ્યુ અને મહારાજાઓ નમ્યા, રાજા- મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેમની તલવાર આગળ પણ નહોંતા ઝુક્યા. તેમના આવા વિવાદિત નિવેદનો બાદ સમગ્ર ગુજરાતમાં વિરોધ ઉગ્ર બન્યો હતો.