રિપોર્ટ@ગાંધીનગર: સ્વરછ ભારત અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રૂ.240 કરોડ રૂપિયા ફાળવ્યા

 
મુખ્યમંત્રી

નગરોની વસ્તીના આધારે 'મારું શહેર, સ્વચ્છ શહેર' ની ત્રિમાસિક પ્રતિયોગિતાનું આયોજન કરાશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નરેન્‍દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વ્યાપક ફલક પર અસરકારક રીતે વેગ આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 'નિર્મળ ગુજરાત ૨.૦' અંતર્ગત વિવિધ નવા આયામો માટે ૨૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં વધુ જાગરૂતતા આવે અને ગુજરાત સ્વચ્છતામાં દેશનું અગ્રેસર રાજ્ય બને તેવા હેતુથી મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને સફાઈવેરા પ્રોત્સાહન અન્‍વયે વેરાની વસુલાતની ટકાવારીમાં વધારા માટે પ્રોત્સાહક ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.તે અનુસાર, "અ" અને "બ" વર્ગની નગરપાલિકાઓ દ્વારા વાર્ષિક સફાઈ વેરાની ૭૧ થી ૮૦ ટકાની વસુલાત સામે ૫૦ ટકા પ્રોત્સાહક ગ્રાન્‍ટ, ૮૧ થી ૯૦ ટકાની વસુલાત સામે ૧૦૦ ટકા પ્રોત્સાહક ગ્રાન્‍ટ અને ૯૧ થી ૧૦૦ ટકાની વસુલાત સામે ૨૦૦ ટકા પ્રોત્સાહક ગ્રાન્‍ટ અપાશે."ક" અને "ડ" વર્ગની નગરપાલિકાઓમાં આવી પ્રોત્સાહક ગ્રાન્‍ટનું ધોરણ ૬૦ થી ૭૦ ટકા સુધીની વસુલાત માટે ૫૦ ટકા, ૭૧ થી ૮૦ ટકા સુધીની વસુલાત માટે ૧૦૦ ટકા, ૮૧ થી ૯૦ ટકા સુધીની વસુલાત માટે ૨૦૦ ટકા અને ૯૧ થી ૧૦૦ ટકા સુધીની વસુલાત ૩૦૦ ટકાનું રાખવામાં આવ્યું છે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે નિર્મળ ગુજરાત ૨.૦ ના અસરકારક અમલ માટે જારી કરેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રીશ્રીએ નગરો-મહાનગરોના પ્રવેશ માટે મુખ્ય રસ્તાઓ તથા નગરના કોઈ એક રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે પણ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.