રિપોર્ટ@ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ પાટીલે દિલ્હી જશે, પીએમ સાથે કરશે બેઠક

 
નરેન્દ્ર મોદી

હવે બાકી રહેતી 11 બેઠકોને લઈને આજે દિલ્હીમાં આખરી મંજૂરીની મહોર લાગશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાત બીજેપીની બાકી 11 બેઠકોના ઉમેદવારોના નામોની જાહેરાત અને પસંદગીને લઈને આજે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. તેમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ બપોર બાદ દિલ્હી જવા રવાના થશે. આ બેઠક સાંજે 6:00 વાગે દિલ્હીના ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે મળશે.આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળશે.

એમાં ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ, ચંદીગઢ, આંધ્ર પ્રદેશ, ઓડીસા, કર્ણાટક, તામિલનાડુ, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના ઉમેદવારોને લઈને મનોમંથન કરવામાં આવશે. અત્રે નોંધવું જરૂરી છે કે ગુજરાત લોકસભાની 15 બેઠકોના નામોની જાહેરાત પ્રથમ 150ની યાદીમાં જ કરી દેવામાં આવી હતી.

હવે બાકી રહેતી 11 બેઠકોને લઈને આજે દિલ્હીમાં આખરી મંજૂરીની મહોર લાગશે.માનવામાં આવી રહ્યું છે કે, આજે સાંજે યોજાનાર બેઠક બાદ આવતીકાલે સીએમ વધુ એક દિવસ દિલ્હી રોકાઇને ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતના વિકાસલક્ષી પ્રોજેકટસ મુદ્દે પીએમને રિપોર્ટ આપી શકે છે.