રિપોર્ટ@ગાંધીનગર: ભાજપની સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે યોજાયો કાર્યક્રમ

 
ભાજપ

CM ભૂપેન્દ્ર પટેલ બેઠક બાદ મતદારો સાથે ચર્ચા પણ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપની રાજકીય સફરને આજે 44 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે ગાંધીનગરમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ ભાજપના ધ્વજને ઠેર-ઠેર લગાવવામાં આવ્યો હતો. દરેક ઘર પર નેતાઓ અને કાર્યકરો દ્વારા ધ્વજ લગાવામાં આવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ગાંધીનગરનાં કુડાસણમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પંડિત દિન દયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલી પણ અર્પણ કરાઈ હતી. ચૂંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભામાં આવતી ગાંધીનગર ઉત્તર બેઠકનાં કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી બૃહદ બેઠક કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ બેઠક બાદ મતદારો સાથે ચર્ચા પણ કરશે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના કરી હતી.

લોકસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખીને સ્થાપના દિવસ પર પાર્ટી 'એકવાર ફરી, મોદી સરકાર' ના નારા સાથે દેશભરના 10 લાખથી વધુ બૂથ પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. ભાજપનો પાયો 6 એપ્રિલ 1980ના રોજ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણીએ એકસાથે નાખ્યો હતો. અટલ બિહારી વાજપેયી સંસ્થાપક પ્રમુખ હતા.