રીપોર્ટ@ગોધરા: 1.20 લાખની લાંચ કેસમાં GPCB અધિકારીના રેગ્યુલર જામીન નામંજુર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક એસીબીનીના છટકામાં રંગેહાથે 1.20 લાખની લાંચમાં ઝડપાયેલા GPCB અધિકારીના રેગ્યુલર જામીન નામંજુર કરવામાં આવ્યા છે. ગોધરા સ્થિત સેશન્સ અદાલત અને સ્પે.એ.સી.બી. કોર્ટમાં રજુ કરવામાં આવેલ ચાર્જશીટ બાદ અધિકારી દ્વારા મુકવામાં આવેલ રેગ્યુલર જામીન અરજીને પણ અદાલત દ્વારા નામંજુર કરવામાં આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રીપોર્ટ@ગોધરા: 1.20 લાખની લાંચ કેસમાં GPCB અધિકારીના રેગ્યુલર જામીન નામંજુર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એસીબીનીના છટકામાં રંગેહાથે 1.20 લાખની લાંચમાં ઝડપાયેલા GPCB અધિકારીના રેગ્યુલર જામીન નામંજુર કરવામાં આવ્યા છે. ગોધરા સ્થિત સેશન્સ અદાલત અને સ્પે.એ.સી.બી. કોર્ટમાં રજુ કરવામાં આવેલ ચાર્જશીટ બાદ અધિકારી દ્વારા મુકવામાં આવેલ રેગ્યુલર જામીન અરજીને પણ અદાલત દ્વારા નામંજુર કરવામાં આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગોધરા સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ગીરીજાશંકર સાધુ ગોધરા એ.સી.બી.ના હાથે 1.20 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. ત્યાર બાદ ગોધરા એ.સી.બી. કચેરીમાં તેઓ સામે લાખ્ખો રૂપીયાની અપ્રમાણસર મિલકતોનો વધુ એક ગુન્હો દાખલ થતાં ફરાર થઈ ગયા હતા. આ તરફ વર્ગ-1ના અધિકારી ગીરીજાશંકર સાધુની એ.સી.બી. દ્વારા તા.18-09-2020ના રોજ ભુજ ખાતેથી ધરપકડ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જ્યુડિશીયલ કસ્ટડીમાંથી જામીન મુક્ત થવાં માટે સતત પ્રયાસો કરી રહેલા અધિકારીએ જામીન અરજી મુકી હતી. જોકે ગોધરા સ્થિત સેશન્સ અદાલત અને સ્પે.એ.સી.બી.કોર્ટના ચુકાદામાં રેગ્યુલર જામીન અરજી પણ નામંજુર કરવામાં આવ્યા છે.