રિપોર્ટ@ગોંડલ: બીએપીએસ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ફૂડ પોઈઝનીંગ,60 બાળકોને ઝેરી અસર થતા મચી ભાગદોડ

 
ફૂડ પોઇઝિંગ

તમામને વિરપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોટડા સાંગાણી રોડ પર આવેલા બીએપીએસ સંચાલીત ગુરુકુલ માં સવારે વિદ્યાર્થીઓ એ નાસ્તો કર્યા બાદ પચાસ થી સાઇઠ જેટલા વિદ્યાર્થીઓ ને ઝાડા ઉલ્ટી અને નબળાઇ ની અસર થતા ગુરુકુલ નાં મુખ્ય સંચાલક નિર્ભયસ્વામી સહિતનાં સંતો એ તાબડતોડ ખાનગી તબીબોને જાણ કરતા મેડીકલ ટીમ સાથે દોડી આવેલા તબીબોએ ગુરુકુલ માંજ બાટલા ચડાવી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ ની સારવાર શરુ કરી હતી.

ગુરુકુલ નાં પ્રવક્તા પરેશભાઈ કાપડીયાએ જણાવ્યું કે આજે એકાદશી હોય સવાર નાં નાસ્તામાં ફરાળ અપાયું હતું.દરમિયાન પચ્ચીસ થી ત્રીસ જેટલા વિદ્યાર્થીઓને  અસર થતા  ઝાડા ઉલ્ટી તથા નબળાઇ ની ફરિયાદ કરતા તુરંત શહેર નાં ખાનગી તબીબો ને જાણ કરતા તબીબોએ ગુરુકુલ ખાતે સારવાર શરુ કરી હતી.
તેમણે વધુમાં કહ્યુ કે પરિસ્થિતિ કાબુ હેઠળ છે.વાલીઓ ને ચિંતા નહી કરવા તેમણે અપીલ કરી હતીવ ગુરુકુલ માં અંદાજે અઢી થી ત્રણ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે. સંચાલકો દ્વારા પચ્ચીસ થી ત્રીસ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયાનો દાવો કરાયો છે.

પરંતુ માહિતગાર સુત્રો અનુસાર પચાસ થી સાઇઠ વિદ્યાર્થીઓ ને ઝેરી અસર થવા પામી હતી.તમામ પ્રવાસીઓએ ગોંડલ સ્વામિનારાયણ મંદિરે રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યા બાદ ફ્રુડ પોઇઝનિંગની અસર થઇ હોવાની જાણકારી મળી રહી છે. ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે ઢોકળા સોસ વેફર ખાધી હતી. તમામ લોકો ગોંડલથી કાગવડ ખોડલધામ જતા સમયે તબિયત લથડી હતી. આણંદ,નડિયાદ,અને ગાંધીનગરના પ્રવાસીઓ ફરવા માટે ગયા હતા. દરમિયાન તેમણે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રે ભોજન અને સવારે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ તમામ પ્રવાસીઓ કાગવડ ખોડલધામ જવા રવાના થયા હતા. રસ્તામાં તમામની તબિયત લથડતા તેઓને વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.