રીપોર્ટ@ગોંડલ: રિબડા ગામે 1 સભ્યની પેટાચૂંટણીમાં મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ વીજેતા

 
વિજેતા
સત્યજીતસિંહ જાડેજાને 111 મત જ્યારે રક્ષિત ખૂંટને 37 મત મળ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગોંડલના રિબડામાં પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. રિબડામાં એક સભ્ય માટે યોજાઇ હતી પેટાચૂંટણી.ગોંડલ તાલુકાના રિબડા ગામે 1 સભ્યની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાના અવસાન બાદ 1 સભ્યની ચૂંટણી યોજાઈ હતી. અને સ્વ. મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ જાડેજા વીજેતા જાહેર થયા છે, લોકોએ ફૂલહાર કરીને તેમને વધાવી લીધા છે, સત્યજીતસિંહ જાડેજાને 111 મત જ્યારે રક્ષિત ખૂંટને 37 મત મળ્યા હતા. રિબડા ગામમાં વોર્ડ નં.8 ની પેટા ચૂંટણી યોજાઈ હતી  સાથે સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ વિજેતા ઉમેદવારના હારતોરા કરી ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી.

ગોંડલ તાલુકાના વાવડીનો વીડો ગામે સૌપ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી અત્યાર સુધી ચોરડી ગામમાં ચૂંટણી યોજાતી આ પેટા ચૂંટણીમાં વાવડીનો વીડો અલગ કરવામાં આવ્યો હતો. વાવડીનો વીડો ગ્રામ પંચાયતમાં ઉમેદવાર ભરતભાઈ મકવાણાનો વિજય થયો.