રિપોર્ટ@ગુજરાત: અમિત શાહ અમદાવાદમાં કરશે આજે રોડ-શો, જાણો વિગતવાર

 
અમિત શાહ

19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં આજે અમિત શાહ કરશે રોડ શો કરશે. જેમાં પોતાના લોકસભા વિસ્તારમાં સમાવિષ્ઠ 6 વિધાનસભામાં રોડ શો કરશે. તેમાં સાણંદથી રોડ શોની શરૂઆત કરશે. તેમાં સાણંદ બાદ કલોલમાં રોડ શો કરશે.તથા બપોર બાદ સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં રોડ શો કરશે. તેમજ સાંજે વેજલપુરમાં રોડ શો કરશે.રોડ શો બાદ વેજલપુરમાં જાહેર સભાને સંબોધન કરશે.

તેઓ અંદાજે 14 કિમીનો રોડ શો કરશે. જેમાં 5 લાખ લોકોને પ્રત્યક્ષ મુલાકાત કરી શકે એ રીતે ભાજપે આયોજન કર્યું છે. આવતીકાલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગાંધીનગર કલેકટર કચેરીએ ઉમેદવારી પત્ર ભરશે. ગઇકાલે મુખ્યમંત્રીથી લઈ સાંસદ અને પ્રભારી મયંક નાયકથી લઈ ક્લસ્ટર ઇન્ચાર્જ કેસી પટેલ સહિતના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. અમિત શાહ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં રોડ શો કરશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે.

સાણંદ રોડ શો રૂટ: સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ), સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ, સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન. તેમજ સવારે 9.30 કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી તેમના રોડ શોની શરૂઆત થશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઉમેદવાર, અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહ, 19 એપ્રિલ, 2024, શુક્રવારે 12.39 વાગ્યે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે. 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે.