રિપોર્ટ@ગુજરાત: 'ભાજપ જેલમાં CM કેજરીવાલના સ્વાસ્થ્યને જોખમમાં મુકી રહી છે' આતિશીનો દાવો

 
આતીશી

તિહાર જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેજરીવાલની હાલત સામાન્ય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આદમી પાર્ટીના નેતા આતિશીએ આજે દાવો કર્યો હતો કે 21 માર્ચે ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું વજન ઝડપથી ઘટી રહ્યું છે. આતિશીએ ભારતીય જનતા પાર્ટી પર કેજરીવાલને જેલમાં રાખીને તેમના સ્વાસ્થ્યને જોખમમાં નાખવાનો આરોપ પણ લગાવ્યો હતો.

તિહાર જેલ પ્રશાસને આ દાવાઓને ફગાવી દીધા છે. કેજરીવાલ 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તિહાર જેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેજરીવાલની હાલત સામાન્ય છે. તેમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આતિશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું, 'અરવિંદ કેજરીવાલને ડાયાબિટીસ છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હોવા છતાં તેઓ 24 કલાક દેશની સેવામાં લાગેલા છે. ધરપકડ બાદ કેજરીવાલનું વજન 4.5 કિલો ઘટી ગયું છે. આ ચિંતાજનક છે.ભાજપ તેમને જેલમાં નાખીને તેમના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહી છે.આતિશીએ કહ્યું કે જો અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો માત્ર આખો દેશ જ નહીં પરંતુ ભગવાન પણ તેમને માફ નહીં કરે.