રિપોર્ટ@ગુજરાત: ભાજપ આ નેતાને ચૂંટણીના પરિણામ બાદ રાષ્ટ્રીય સ્તરે મોટી જવાબદારી સોંપશે, જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે ચાલી રહેલી કોલ્ડ વોરમાં બી. એલ. સંતોષ વધેરાઈ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંતોષને સાવ બાજુ પર મૂકી દેવાયા છે. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થતાં પહેલા જ સંતોષને ભાજપમાંથી રવાના કરી દેવાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. સંતોષના સ્થાને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીપદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા કોઈ નેતાને સંગઠન મહામંત્રી બનાવાશે. ચૂંટણી પ્રચારમાં બી. એલ. સંતોષ ક્યાંય દેખાયા નથી. ભાજપમાં સંઘના નેતાને સંગઠન મહામંત્રી બનાવવાની પરંપરા છે.
સંઘ સાથેના સંઘર્ષના કારણે મોદી સંઘના બીજા કોઈ નેતા પર ભરોસો કરતા નથી તેથી જૂના વિશ્વાસુ ભીખુ દલસાણિયા પર તેમની નજર ઠરી હોવાનો ભાજપનાં સૂત્રોનો દાવો છે. લોકસભા ચૂંટણીમાં ટિકિટોની વહેંચણી માટેની બેઠકો કે પ્રચાર દરમિયાન બી. એલ. સંતોષ ક્યાંય દેખાયા નથી. કર્ણાટક સંતોષનું વતન છે પણ કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા માટેની બેઠકોમાં પણ સંતોષને હાજર નહોતા. ભીખુ દલસાણિયા પીએમ મોદીના વિશ્વાસુવડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારે લાંબો સમય સુધી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રહેલા દલસાણિયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુ મનાય છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ દલસાણિયાને ખસેડાયા નહોતા.
2021થી બિહારમાં કામ કરી રહેલા ભીખુ દલસાણિયાને હવે રાષ્ટ્રીય સ્તરે લઈ જવાશે એવો ભાજપનાં સૂત્રોને દાવો છે. બી. એલ. સંતોષ સંઘના વરિષ્ઠ સ્વયંસેવક છે, પરંતુ કર્ણાટકના મુખ્યમત્રી બનવાની તેમની મહત્વાકાંક્ષાના કારણે વડાપ્રધાન મોદીની નજરમાંથી ઉતરી ગયા હોવાનું કહેવાય છે. સંતોષે કર્ણાટકમાં ભાજપના દિગ્ગજ નેતા યેદુરપ્પા સામે શિંગડાં ભરાવી દીધા હતાં. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંતોષને બદલે યેદુરપ્પાને મહત્ત્વ આપીને પાર્લામેન્ટરી બોર્ડમાં લીધા અને તેમના દીકરાને પ્રદેશ પ્રમુખ પણ બનાવ્યા છે.