રિપોર્ટ@ગુજરાત: પીએમ મોદીની અપીલ બાદ CM અને DyCMએ કાફલામાં ઘટાડો કર્યો, જાણો વધુ

 
મોદી
રાજ્યપાલ બસ કે ટ્રેનમાં પ્રવાસ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ઈંધણ ભરેલા જહાજોની અવરજવર પર અસર થવા પામી છે. જેને લઈને ઈંધણની અછત સર્જાય તેવા સંજોગો છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ પર કાપ મુકવા માટે અપીલ કરી છે. વડાપ્રધાનની આ અપીલને લઈને ગુજરાતમાં અમલ પણ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે.તેઓ બસ કે ટ્રેનમાં મુસાફરી કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના કાફલામાંથી ચાર ગાડીઓ હટાવવાનો નિર્ણય લીધો છે.

પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલનો ગુજરાતમાં અમલ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે. તેઓ બસ કે ટ્રેનમાં જ મુસાફરી કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી ચાર ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે. હવે મુખ્યમંત્રીના કાફલામાં માત્ર ત્રણ જ ગાડીઓ રહેશે. આ ઉપરાંત તેઓ જે તે જિલ્લાના પ્રવાસ દરમિયાન સ્થાનિક કક્ષાએથી મળતા કાફલાને પણ નહીં સ્વીકારે. આજે સવારે તેમણે પોતાના નિવાસ સ્થાનેથી નિકળતા જ આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે.બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો છે.

તેઓ પોતાના કાફલામાં પણ ત્રણ કાર રાખશે. ગૃહ વિભાગની બેઠકો પણ વર્ચ્યુઅલી કરવા આગ્રહ કરાયો છે. હવે ગાંધીનગર બહારના અધિકારીઓને રૂબરૂ નહીં બોલાવાય.આવા અધિકારીઓ વર્ચ્યુલી જોડાશે. કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ પણ સુરક્ષા માટેની પાયલોટિંગ કાર નહીં વાપરે, પ્રફુલ પાનસેરિયા, કાંતિ અમૃતિયાએ પણ કરી પહેલ,પાયલોટિંગ કાર ન વાપરી ઈંધણ બચાવવા કરી પહેલ, ગુજરાતની કેટલીક યુનિવર્સિટીઓમાં કારપુલિંગનો નિર્ણય લેવાયો છે.