રિપોર્ટ@ગુજરાત: બગસરા તાલુકામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં અનેક બાંધકામમાં ભ્રસ્ટાચારની ફરિયાદ
ભ્રષ્ટાચાર શહેરી વિસ્તાર સુધી મર્યાદિત ન રહેતા ગ્રામ્ય પંથકમાં પણ એટલો જ ફલીફૂલી રહ્યો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઘણા સમયથી બગસરા પંથકમાં થઈ રહેલા તમામ સરકારી કામોમાં લોલમલોમ ચાલી રહ્યું છે જેને પગલે સરકારી પૈસાનો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં તંત્ર ગાંધારીની ભૂમિકા ભજવી રહ્યું છે. બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા તમામ સરકારી કામોમાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે. આ ભ્રષ્ટાચાર શહેરી વિસ્તાર સુધી મર્યાદિત ન રહેતા ગ્રામ્ય પંથકમાં પણ એટલો જ ફલીફૂલી રહ્યો છે.
બગસરા આઈ ટી આઈ થી કુકાવાવ નાકાના રોડ આ રોડ બે વખત બનાવિયો છતાં આ રસ્તા ની હાલત મગર મચ્છ ની પીઠ સમાન , પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલા સરકારી દવાખાનાના બિલ્ડીંગ ટેન્ડર મુજબ કાકરી રેતી કે લોખંડ ના વાપરવામાં આવ્યું , સ્વામિનારાયણ મંદિર થી બાયપાસ સુધી નો સિસિ રોડ ને ફક્ત ત્રણ મહિના માં ઠેક ઠેકાણે ખાડા ,બગસરાની ક્ધયાશાળા, નટવરનગર શાળા, હામાપુર શાળા તથા પીઠડીયા ગામની શાળા ના કરોડોના બાંધકામો, અને હવે છેલ્લે બગસરા થી ઝાંઝરીયા ને જોડતો એક માત્ર પુલ કરોડો ને ખર્ચે નિર્માણ પામી રહેલ તેમાં પાણી ભરેલ ખાડામાં સિમેન્ટ નો માલ નાખી ચણતર તથા જેતપુર રોડ પર પાણીના નિકાલની ભૂગર્ભ વ્યવસ્થા તેમજ બે કરોડ ના ખર્ચે નિર્માણ પામી રહેલ બગસરા નો એક માત્ર અટલજી પાર્ક, તેમજ બગસરા ના લગભગ તમામ રોડ માં પણ લોલમ લોલ આ સહીત તમામ બાંધકામમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે.