રિપોર્ટ@ગુજરાત: પંચાયતોની ચૂંટણીમાં કાલે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે, ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ

મુખ્યમંત્રી નિવાસ્થાન પર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે મુખ્યમંત્રી નિવાસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે બીજી ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે પહેલા તારીખ 30મીએ ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. 2187 બેઠકો માટે 8000થી વધુ લોકોએ ટિકિટ માંગી છે. વિવિધ પાસાઓ ના અભ્યાસના અંતે ટિકિટ ફાળવણી કરવામાં આવશે.જૂનાગઢ મ્યુનિસપલ કોર્પેારેશન, 68 નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની સામાન્ય તેમજ અન્ય સંસ્થાઓની પેટા ચૂંટણીઓમાં ફોર્મ ભરવાના બીજા દિવસે માત્ર 33 જ ફોર્મ ભરાયા છે.
ભાજપમાં ઉમેદવારો પસંદગી- સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં 2187 બેઠકો સામે 8 હજારથી વધારે કાર્યકરોએ ટિકિટો માંગી છે. ભાજપમાં આંતરીક દાવેદારી બાદ આજે બપોરે ચારેક કલાકથી મુખ્યમંત્રી નિવાસ્થાન પર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામ પર પરામર્શ કરવામાં આવશે.
ઉમેદવારી પત્ર ભરવા માટેની અંતિમ તારીખ બીજી ફેબ્રુઆરી હોવાથી ભાજપ ઉમેદવારોની યાદી ૩૦મી જાન્યુઆરીએ જાહેર કરશે. આથી, ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરવા માટે છેલ્લા બે જ દિવસ મળશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સૌથી પહેલા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પેારેશનના ઉમેદવારોના નામો નક્કી થશે. ત્યારબાદ અ-વર્ગની નગરપાલિકા, પછી બ વર્ગ એમ ઉતરતા ક્રમે આવતી પાલિકાઓ, તાલુકા પંચાયતોમાં ભાજપના ઉમેદવારોની પસંદગી થશે.
સંભવત: ગુરુવારની સાંજ સુધીમાં તમામ ઉમેદવારોના નામો જાહેર થશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે એક બેઠક માટે અનેક દાવેદારો હોવાથી તમામ પાસાઓના રિપોર્ટ આધારે ઉમેદવારો નક્કી કરવામાં આવશે. અહીં નોંધવું જરી છે કે ૨૭% ઓબીસી અનામતની જાહેરાત બાદ પ્રથમ સ્થાનિક સ્વરાયની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા દરમિયાન કેટલીક મહત્વની બાબતો ધ્યાન પર લેવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીેલ સહિત ના આગેવાનો આજની બેઠકમાં હાજરી આપશે.