રીપોર્ટ@ગુજરાત: AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈ કેજરીવાલે ભાજપ પર કર્યા પ્રહારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત અધ્યક્ષ સંજય વસાવા વચ્ચે વાદવિવાદ થયો હતો. ઘટનામાં આરોપ છે કે ચૈતર વસાવાએ અધ્યક્ષ ચંપાબેન વસાવા સામે અપશબ્દો પ્રયોગ કર્યા અને ધારાસભ્ય તરીકે પોતાની ઓળખ આપી ધમકી પણ આપી.સંજય વસાવાના વિરોધ પછી મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી અને ચૈતર વસાવાની અટકાયત કરી.
આ સમગ્ર મુદ્દા પર દિલ્હીથી લઈને ગુજરાત સુધીના આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે. પાર્ટી નેતા અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે, “અત્યારે જે ચાલે છે તે કોંગ્રેસના જૂના દિવસોની યાદ અપાવે છે.” તેમણે કહ્યું કે આવી ધરપકડોથી AAP ડરતી નથી, પરંતુ વધુ મજબૂત બને છે. કેજરીવાલે કહ્યું કે વિસાવદરની હાર પછી ભાજપના નેતાઓ દબાણના રસ્તે જઈ રહ્યા છે. “આ લોકશાહી માટે ખતરા સમાન છે,” તેમણે ટવીટમાં જણાવ્યું.ચૈતર વસાવાની ધરપકડ, તાજેતરમાં થયેલી વિધાનસભા પેટાચૂંટણી અને સ્થાનિક ચૂંટણીના સંજોગોમાં, રાજકીય ઉથલપાથલ માટે એક સ્પષ્ટ સંકેત બની રહી છે.