રિપોર્ટ@ગુજરાત: 19 એપ્રિલે અમિત શાહ સહિત ભાજપના આ નેતાઓ ઉમેદવારી નોંધાવશે, તેમજ શક્તિ પ્રદર્શન જોવા મળશે

 
Amit shah

અમદાવાદથી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે

​​​અટલ સામાચાર ડોટ કોમ, ડેસ્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ 19 એપ્રિલે ગાંધીનગર સંસદીય બેઠક માટે ઉમેદવારી નોંધાવશે. શાહ ઉપરાંત, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ આવતા અઠવાડિયે રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શનમાં ઉમેદવારી નોંધાવશે. ગાંધીનગર સંસદીય બેઠક પરથી સતત બે લોકસભા ચૂંટણી જીતી ચૂકેલા અમિત શાહ 19 એપ્રિલે બીજી વખત ઉમેદવારી નોંધાવશે.

અમદાવાદથી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. શાહે છેલ્લી ચૂંટણીમાં પાંચ લાખ 50 હજારથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી હતી. જ્યારે, આ વખતે પાર્ટીએ 10 લાખ મતોના માર્જિનથી ચૂંટણી જીતવાનું લક્ષ્‍ય રાખ્યું છે.પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ 18મી એપ્રિલે નવસારી બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. તેઓ છેલ્લી ચૂંટણીમાં છ લાખથી વધુ મતોના રેકોર્ડ માર્જિનથી જીત્યા હતા. પોરબંદર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 15 એપ્રિલે રોડ શો યોજ્યા બાદ તેઓ ઉમેદવારી નોંધાવશે.