રીપોર્ટ@ગુજરાત: આજે રાજ્યમાં 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ, મતગણતરી શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં આજે 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. વધુ સત્તા અપાતાં હવે સરપંચ બનવા દાવેદારો થનગની રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે, ત્યારે પરિણામ બાદ ખબર પડશે કે, પંચાયતો પર કોણે પ્રભુત્વ જમાવ્યુ છે.ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ, ગોંડલ તાલુકાની રીબડા ગ્રામ પંચાયત ચૂંટણી વોર્ડ-8માં સત્યજિતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાનો વિજય.
અમરેલી જિલ્લામાં આજે 10 તાલુકા મથકોએ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ.77 ગ્રામ પંચાયતના સરપંચ અને 12 ગામોની પેટા ચૂંટણી ગણતરી સહિત 2012 સભ્ય પદોની ગણતરી ચાલી રહી છે. અમરેલી જિલ્લામાં કુલ 1216 ઉમેદવારોનો આજે ફેસલો થશે.મતગણતરીમાં જિલ્લામાં 200 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોડાયા. દરેક તાલુકા મથકોએ પાંચ ટેબલો ઉપર ત્રણ ત્રણ કર્મચારીઓ મત ગણતરી કરી રહ્યા છે. તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામ માટેની મતગણતરી શરૂ થઈ ચુકી છે. ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3656 સરપંચ માટે 8 હજારથી વધુ ઉમેદવાર ચૂંટણી મેદાને છે. જ્યારે16,224 સભ્યો માટે 70 હજારથી વધુ દાવેદારો ચૂંટણી લડી રહ્યાં છે. સામાન્ય, મધ્યસત્ર ચૂંટણીમાં કુલ 78.20 ટકા મતદાન નોંધાયુ છે. 30,48,434 પુરૂષ અને 28,06,561 મહિલા મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો. કુલ મળીને 81 લાખ મતદારો પૈકી 58.56 લાખ મતદાતાઓએ મતદાન કર્યુ હતું. ડાંગમાં સૌથી વધુ 89.54 ટકા જ્યારે પોરબંદરમાં સૌથી ઓછું 66.77 ટકા મતદાન નોંધાયુ હતું. વડોદરાના પાદરા તાલુકાના નરસિંહપુરા સહિત અન્ય બે સ્થળોએ ફરી મતદાન કરવા પણ નક્કી કરાયુ હતું.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 3656 સરપંચ માટે 8 હજારથી વધુ ઉમેદવાર ચૂંટણી મેદાને છે.