રિપોર્ટ@ગુજરાત: રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો, આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી

 
રૂપલા

હાલ આખા ગુજરાતભરમાં દેખાવ,રેલી યોજી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

લોકસભા ચૂંટણી વચ્ચે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ મુદ્દે વિવાદિત ટિપ્પણી કરીને ચારેકોર ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે આ વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલાએ આશાપુરા માતાજીના મંદિરે ચુંદડી ચઢાવી પ્રચાર શરૂ કરી દીધો છે. પેલેસ રોડ પર આવેલા આ મંદિરે પહોંચીને તેમણે ભાજપ વતી તેમના પ્રચારની શરૂઆત કરી હતી.ભાજપે પ્રચાર શરૂ કરવા આપી હતી લીલીઝંડી : ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે.

હાલ આખા ગુજરાતભરમાં દેખાવ, રેલી યોજી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ તરફ, કેન્દ્રીય કેબિનેટમાં ભાગ લઈને અમદાવાદ પરત ફરેલાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ગાંધીનગરમાં પહોંચ્યા હતાં જ્યાં ભાજપ સંગઠનના મહામંત્રી રત્નાકર સાથે બંધબારણે બેઠક થઈ હતી. સૂત્રના મતે રાજકોટ બેઠક પર રૂપાલાને બદલવામાં નહી આવે. ભાજપ હાઈકમાન્ડ ક્ષત્રિયો સામે ઝૂકવા તૈયાર નથી. ભાજપે રૂપાલાને શરૂ કરવા કહી દીધું હતું.