રિપોર્ટ@કચ્છ: પોલીસને શર્મસાર કરતી ઘટના, મહિલા પોલીસકર્મી બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ

 
પોલિસકર્મી

ધરપકડ કરાયેલ મહિલા પોલીસ પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પૂર્વ કચ્છ ખાતે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી, બુટલેગર સાથે દારૂની હેરાફેરી કરતી ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે ભચાઉના ચોપડવા બ્રિજ નજીક ગોલ્ડન હોટેલ પાસે થાર કારમાં દારૂ સાથે બંન્નેને સ્થાનિક પોલીસે ઝડપ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે સફેદ કારમાં દારૂના જથ્થા સાથે એક કાર આવી રહી છે.

પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો પકડાઈ જવાનાં ડરથી મહિલા પોલીસકર્મી અને બુટલેગરે પોતાની કાર સ્થાનિક પોલીસ પર ચઢાવાની અને હુમલો કરવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કર્યો હતો. આખરે સ્થાનિક પોલીસે બન્નેને ઝડપીને જ્યારે કારમાં તપાસ કરવામાં આવી તો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ અને બીયરના કેન મળી આવ્યા હતા.પોલીસકર્મી નીતા ચૌધરી અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચૂકી છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬થી વધુ ગુનાઓ દાખલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ છે.