રીપોર્ટ@નડીયાદ: કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો ખૌફ, મોડી રાત્રે કરાયો પથ્થરમારો

 
ઘટના
વિદ્યાર્થીનીઓને આખી રાત ઉજાગરો કરવો પડે છે તેવો આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નડિયાદ પીજ રોડ કેનાલ ઉપર આવેલ છાત્રાલયમાં વિધાર્થીનીઓ અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી ગઈ છે અને રાત્રે છાત્રાલયમાં પથરા ફેંકવાની અને લાઈટના ફોક્સની ઘટનાથી 50થી વધુ વિદ્યાર્થીનીઓને આખી રાત ઉજાગરો કરવો પડે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી અસામાજિક તત્વો હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો વિધાર્થીનીઓનું કહેવું છે કે, વોર્ડન સમક્ષ રજૂઆત છતાં અમારી વાત સાંભળવામાં આવતી નથી. વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ ફેલાયો છે.

આ ઘટનાની ગંભીરતા જોઈને સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકે પણ છાત્રાલયની મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા હવે હોસ્ટેલ પ્રશાસનને સખત તાકીદ કરવામાં આવી છે કે, રાત્રિના સમયે જવાબદાર સ્ટાફે ફરજિયાત હાજર રહેવું પડશે. વિદ્યાર્થિનીઓની સુરક્ષામાં ચૂક રાખનાર સામે પગલાં લેવાની પણ ખાતરી અપાઈ છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.