રિપોર્ટ@રાજકોટ: ભયજનક અને ઓવરસ્પીડ વાહન ચલાવતા 167 વાહન ધારકોને 3.34 લાખનો દંડ ફટકારાયો

 
દંડ વસુલાયો

આ ઉપરાંત કલેન્ડેસ્ટાઇન ઓપરેશનનાં 91 કેસો કરાયા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ જિલ્લા આરટીઓ તંત્રએ શહેર અને જિલ્લામાં હાથ ધરેલા ચેકીંગ દરમ્યાન ભયજનક રીતે અને ઓવરસ્પીડે વાહન ચલાવનાર વાહન ધારકો સામે કેસો કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે રાજકોટ જિલ્લા આરટીઓ અધિકારી કે.એમ. ખપેડના જણાવ્યા મુજબ ગત માસ દરમ્યાન શહેર અને જિલ્લામાં હાથ ધરાયેલા ચેકીંગ દરમ્યાન તંત્રએ કુલ 910 વાહનો સામે જુદા જુદા નિયમોનાં ભંગ બદલ-910 કેસો કરી અને દંડ પેટે રૂા.49.83 લાખની વસુલાત કરેલ હતી.

ઉલ્લેખનીય બાબત એ છે કે, 167 વાહન ધારકો સામે ભયજનક રીતે ડ્રાઇવીંગ અને ઓવરસ્પીડે વાહન ચલાવવા અંગે કેસો કરાયા હતા અને દંડ પેટે રૂા.3.34 લાખની વસુલાત કરવામાં આવી હતી. તેમજ ઓવરલોડનાં 179 કેસો કરાયા હતા એ દંડ પેટે રૂા.23.28 લાખની વસુલાત કરાઇ હતી.આ ઉપરાંત કલેન્ડેસ્ટાઇન ઓપરેશનનાં 91 કેસો કરાયા હતા અને રુા. 9.10 લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો. જ્યારે ટેક્સ વિના દોડતા 9 વાહન ધારકોને રૂા.5.86 લાખનો, રેડિયમ રીફલેક્ટર, અંડર એજ ડ્રાઇવીંગ, ચાલુ વાહને મોબાઇલ ઉપર વાત કરવા સબબ કુલ 89 કેસો કરાયા હતા અને રૂા.89 હજારનો દંડ વસુલાયો હતો.