રિપોર્ટ@રાજકોટ: સરકારી આવાસ યોજનામાં ગેરરીતિ, ભાજપના કોર્પોરેટરને 23 મકાનની ફાળવણી રદ

 
રાજકોટ નગર પાલિકા

તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું કે, ફાળવવામાં આવેલા મકાનોમાંથી 23 અરજદારો અયોગ્ય છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ કોર્પોરેટરો દેવુ જાદવ અને વાજી ગોલતરના સંબંધીઓને 23 મકાનોની ફાળવણી રદ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી યોજનાઓ હેઠળ નાગરિક સંસ્થા દ્વારા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ માટે મકાન બાંધ્યા હતા તેની માટે કોર્પોરેટરના પરિવારજનોએ અરજી કરી હતી અને મકાનની ફાળવણી પણ કરવામાં આવી હતી.સત્તાધારી ભાજપે દેવુ જાદવને સિવિક બોડી એક્ટ્સ અને રૂલ્સ કમિટિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા દબાણ કર્યાના એક દિવસ બાદ આ પગલાં લેવામાં આવ્યા છે.તેઓ રાજકોટ મ્યનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 6ના ભાજપ કોર્પોરેટર છે. તો વાજી ગોલતાર વોર્ડ નંબર 5 માંથી ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે અને કોર્પોરેટર તરીકે તેમની આ પ્રથમ ટર્મ છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, તેમની પાર્ટીએ જાદવ અને ગોલતરને કારણદર્શક નોટિસ ફટકારી છે. પ્રથમ દૃષ્ટિએ, તેઓ તેમના વર્તન માટે શિસ્તભંગના પગલાંનો સામનો કરવા માટે જવાબદાર છે. જ્યારે પ્રાથમિક આરોપો તેમના પતિ મનસુખ જાદવ અને કાવા ગોલતર સામે છે, બંને કોર્પોરેટરોએ તેમના પતિઓને તેઓની જેમ કામ કરવા દેવા જોઈએ નહીં. કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસરીને, આપણે બંને કોર્પોરેટરો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવે તે પહેલાં તેમને સાંભળવાની તક આપવાની જરૂર છે.

સોશિયલ મીડિયા પર એક કથિત વિડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડક્વાર્ટરમાં એક ચેમ્બર જતો દેખાય હોય છે અને કર્મચારીની બદલી અંગે વાત કરી રહ્યો છે. અમે તે વિડિયોની પણ નોંધ લીધી છે. દોશીએ ઉમેર્યું કે, મનસુખ જાદવ અને કાવા ગોલતાર બંને પણ ભાજપના કાર્યકરો છે અને તેમની સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે.