રિપોર્ટ@સુરત: લોકસભા ચૂંટણીમાં 15 ઉમેદવાર પૈકી 4ના ફોર્મ થયાં રદ, 9 ફોર્મ માન્ય

 
ચૂંટણી

ભાજપના મુકેશ દલાલ સહિત 9 ઉમેદવારનો ફોર્મ મંજૂર થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરત લોકસભા બેઠકનો ચિતાર હાલ એવો છે કે 15 પૈકી 4ના ફોર્મ ચકાસણીમાં રદ થયા છે. કોંગ્રેસના 2 ઘોંચમાં, 9 ફોર્મ માન્ય છે. તેમાં ભાજપના ડમી ઉમેદવાર સહિત ચાર ઉમેદવારના ફોર્મ નામંજૂર થયા છે.હવે 22મી એપ્રિલને સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. તેમાં ભાજપના મુકેશ દલાલ સહિત 9 ઉમેદવારનો ફોર્મ મંજૂર થયા છે. 
 

22મી એપ્રિલને સોમવારે 3 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકશે. એટલે 22મીએ સોમવારે ચૂંટણી લડનારા ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સુરત બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને અન્ય માન્ય રાજકીય પાર્ટીના 11 અને 4 અપક્ષ મળી કુલ 15 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. તેમાં 15 ઉમેદવારોએ 44 ફોર્મ ભર્યા હતા. એક ઉમેદવારે એકથી વધુ ફોર્મ ભર્યા હોવાથી ફોર્મની સંખ્યા 44 થઈ હતી. ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી પ્રક્રિયા વેળા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનું ફોર્મ મંજૂર થયું હતું. જેને પગલે તેમના ડમી ઉમેદવાર જનક કાછડિયાનું ફોર્મ મેન્ડેટ વગર રદ કરી દેવાયું હતું.

બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા પરમાર નરેશ મુલજીભાઈનું ફોર્મ રદ થયુ છે. તેમજ અપક્ષ ઉમેદવાર પોકારામ ખોજારામ, બહુજન રિપબ્લિકન સોસિયાલિસ્ટ પાર્ટીના વિજય લોહારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જેમાં 15 ઉમેદવાર પૈકી ચારના ફોર્મ રદ થતાં 11 ઉમેદવાર બચ્યા છે.